નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પડોશી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ત્રાસવાદીઓ અને પાકિસ્તાને ખુબ મોટી ભુલ કરી દીધી છે. આ હુમલા માટે પાકિસ્તાનને ખુબ મોટી કિંમત ચુકવવી પડશે. વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનના લોન્ચિંગ કાર્યક્રમ વેળા મોદીએ કહ્યુ હતુ કે પડોશી દેશે મોટી ભુલ કરી દીધી છે. આના માટે પાકિસ્તાનને ખુબ મોટી કિંમત ચુકવવી પડશે.
આ પહેલા આજે પીએમે સીસીએસની બેઠક યોજી હતી. તેમણે કહ્યુ હતુ કે પુલવામાં હુમલા બાદ હાલમાં અમારી સ્થિતી દુખદ અને આક્રોશવાળી છે. મોદીએ કહ્યુ હતુ કે તેઓ વિશ્વાસ અપાવવા માંગે છે કે જે શબ્દો અને સપનાને લઇને અમારા જવાનોએ જીવન ત્યાગી દીધા છે તે સપનાને પૂર્ણ કરવા માટે અમે અમારા જીવનને ખપાવી દેવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન તબાહીના માર્ગ પર છે. અમે અમારા સુરક્ષા દળોને પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે.
અમને અમારા જવાનોના શૌર્ય અને તેમના સાહસ પર વિશ્વાસ છે. પડોશી દેશ માને છે કે તે જે રીતે કાવતરા રચે છે તેમાં તે સફળ તઇ જશે. પાકિસ્તાનના તમામ ઇરાદાને નિષ્ફળ બનાવી દેવામાં આવનાર છે. મોદીએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે ત્રાસવાદી સંગઠનો અને તેમના આકાઓને કહેવા માગે છે કે તેઓ ખુબ મોટી ભુલ કરી બેઠા છે. તેની કિંમત તેમને ચુકવવી પડશે. દેશને વિશ્વાસ આપવા માંગે છે કે જે પણ દોષિત છે અને હુમલા પાછળ તાકાત છે તેમને ચોક્કસપણે સજા થશે. ત્રાસવાદની સામે લડાઇ વધારે તીવ્ર કરાશે.
મોદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાન ખરા તબક્કામાંથી પસાર થઇ રહ્યુ છે. ત્રાસવાદની સામે માનવતાવાદી શક્તિઓને એકત્રિત થવાની જરૂર છે. વિશ્વમાં ત્રાસવાદ સામે ભારતમાં એક સુર નજરે પડે તે જરૂરી છે. લડાઇ અમે જીતવા માટે લડી રહ્યા છીએ.