કેન્સર માટે ચેતવણી સંકેત બિલકુલ અસ્પષ્ટ હોય છે. કેટલીક વખત અન્ય બિમારીઓના સંકેત સાથે તેના સંકેત મળે છે. જેથી જોશરીરમાં કોઇ અસામાન્ય ગાંઠ દેખાય અથવા તો ડિસ્ચાર્જ દેખાય અથવા તો શરીરના કોઇ હિસ્સામાં એકાએક પિડા થાય તો તરત જ તબીબનો સંપર્ક કરવામાં આવે તે જરૂર છે. જાણકાર તબીબો કહે છે કે એકાએક વજન ઘટી જાય, થાક લાગે, કોઇ કારણ વગર પેટ ફુલી જાય, જરૂર કરતા વધારે બ્લિડીગ, પેટના નીચેના હિસ્સામાં દુખાવા, પીઠના નીચેના હિસ્સામાં દુખાવાના લક્ષણ આના હોઇ શકે છે. બ્રેસ્ટના કલરમાં ફેરફાર પણ આના લક્ષણ તરીકે છે. હમેંશા પેટ ભરાયેલુ છે તેવો અનુભવ થાય તો પણ સંકેત સારા નથી. મહિલાઓ પોતાના વજનને લઇને અને કમર વધવાને લઇને ચિંતા રહે છે.
જો કે જો કોઇ કારણસર એકાક વજન ઘટી જાય છે તો તબીબોને મળવાની જરૂર હોય છે. લાંબા સમય સુધી પેટમાં રહેતી પિડાને પણ ગંભીરતાથી લેવાની જરૂર હોય છે. જો કોઇ હાડકા સંબંધિત સમસ્યા નથી અને પીઠના નીચેના હિસ્સામાં દુખાવો રહે છે તો તેની અવગણવા કરવી જાઇએ નહી. બ્રેસ્ટમાં ડિસ્ચાર્જ અને ગાંઠ પણ સારા સંકેત તરીકે નથી. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરી ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ સૌથી વધારે છે. મહિલાઓને અસર કરતા કેન્સરોમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધારે છે અને આ બનાવ અને કેસોની સંખ્યા ગ્રામીણ વસ્તીમાં સતત વધી રહી છે જે ચિંતા ઉપજાવે છે. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે સ્તન કેન્સર તેમની લાઈફ સ્ટાઈલ દરમિયાન આઠ મહિલાઓ પૈકી એકને અસર કરે છે. આ એક એવો રોગ છે જે ૫૦ વર્ષથી વધુની વય બાદ મહિલાઓને અસર કરી જાય છે પરંતુ નાની વયની મહિલાઓમાં પણ તેની અસર થઈ શકે છે. સ્તન કેન્સરના ખૂબ જ સામાન્ય લક્ષણો છે જેથી દર્દી સાવધાન થઈ શકે છે.
સ્તન કેન્સરના લક્ષણોને વહેલી તકે ઓળખી કાઢીને તેની સારવાર શક્ય બને છે.સ્તન કેન્સરને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. સપ્તાહમાં ત્રણ વખત ૩૦ મિનિટ સુધી કસરત કરવાથી ફાયદો મળે છે. સાથે સાથે વજનને નિયંત્રિત રાખવાની બાબત ઉપર ઉપયોગી સાબિત થઈ શકે છે. ફેટને નિયંત્રિત કરતી ચીજવસ્તુઓ ખાવવાની સલાહ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તમાકુ સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ નહીં ખાવાની પણ સલાહ આપી છે. શરાબનું સેવન પણ નિયમિત માત્રામાં કરવાની સલાહ આપવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં સુધી તબાણ મુક્ત જીવન જીવવાથી ફાયદો થાય છે. ગ્રામીણ ભારતમાં મહિલાઓને અસર કરી રહેલા કેન્સર પૈકીના સૌથી ખતરારૂપ સ્તન કેન્સરના કેસ વધી રહ્યા છે. સ્તન કેન્સરના મેનેજમેન્ટના પાસાંઓમાં પ્રગતિ થઈ છે. હવે આધુનિક સમયમાં કેન્સરની સારવાર પણ શક્ય બની છે. એમઆરઆઈ સ્કેન અને હાઈ રિઝર્વેશનવાળા ડીઝીટલ મેમોગ્રાફીની મદદથી સ્તન કેન્સરના વહેલી તકે લક્ષણ જાવા મળે છે. અમે જાણીએ છીએ કે સ્તન કેન્સરની સારવાર હવે વધુ ગંભીર રહી નથી. ટ્યુમરને વહેલી તકે ઓળખી કાઢીને સારવાર શરૂ કરવામાં આવે છે. હાઈ એન્ડ રેડિયેશન થેરાપી મશીનથી પણ હવે સારવાર આપવામાં આવે છે. ઝડપથી ચાલવાથી કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને કેન્સરથી આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટના ધબકારા વધી જાય તેવી કોઇપણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નિવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે.
ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વિમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે. અભ્યાસના અહેવાલના મહત્વને બ્રિટનની દ્રષ્ટિએ પણ ઉપયોગી ગણવામાં આવે છે. આ બાબતના મજબૂત પૂરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે. ડો. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની દરરોજની ટેવમાં આવરી લેવાની સલાહ આપી છે. કેન્સર રિસર્ચ યુકે નામની સંસ્થાએ પણ ડબ્લ્યુસીઆરએફના પરિણામોને યોગ્ય ઠેરવ્યાં છે. સામાન્ય કસરતથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.