દહેગામ : ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા ૧૦ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી ૮ લોકોના મોત થયા હતા. જ્યારે ૨ લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે ૮ લોકોની અંતિમ યાત્ર નીકળી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા ૧૦ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી ૮ લોકોના મોત થયા હતા. જ્યારે ૨ લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે ૮ લોકોની અંતિમ યાત્રા નીકળી છે. એક સાથે ૮ લોકોની નનામી ઉઠતા ગામમાં શોકનો માહોલ જાેવા મળ્યો હતો. ગામમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મૃતકોની અંતિમક્રિયા સંપન્ન કરવામાં આવી છે. પિતાએ પુત્રના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે. સ્વજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા. અંબાજી દર્શને જાય તે પૂર્વે જ યુવકોના નિધન થયા છે. હૃદયદ્રાવક કરુણાંતિકામાં ચૌહાણ પરિવારના બે પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ અને પૃથ્વી ચૌહાણનું મોત નીપજ્યું છે. માત્ર ૧૫ અને ૧૮ વર્ષની ઉંમરના બે દિકરાઓનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર મામલે દિકરાઓ નદીએ ગયા હતા તે વાતથી પિતા અજાણ હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ પિતાને પુત્રના મોતના સમાચાર આપતા જ તે બેભાન થઈ ગયા હતા.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more