પાનકાર્ડમાં લખાવી શકશો માતાનું નામ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પાનકાર્ડ એ ઇન્કમટેક્ષમાં તમારી હાજરી દર્શાવતું અગત્યનું ડોક્યુમેન્ટ છે. તમે જ્યારે પાનકાર્ડને જોવો છો ત્યારે જોયું હશે કે તમારા નામની નીચે તમારા પિતાનું નામ લખેલું હોય છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે તમે ત્યાં પિતાની જગ્યાએ માતાનું નામ પણ લખાવી શકો છો. તે સુવિધા આપવામાં આવે છે કે ફોર્મ ભરનાર વ્યક્તિ પિતાની જગ્યાએ માતાનું નામ લખાવી શકે છે. હવે જરૂરી નથી કે તમે તમારા પિતાનું નામ જ લખાવી શકો. જો તમે તમારા માતાનું નામ લખાવવા ઇચ્છો છો તો તેની પ્રક્રિયા આસાન છે.

જૂના નિયમ પ્રમાણે કરદાતાઓ પાસે ફક્ત એક જ વિકલ્પ રહેતો હતો કે તે પોતાના નામની પાછળ ફક્ત પિતાનું જ નામ લખાવી શકતો હતો, પરંતુ હવે તે માતાનું નામ પણ લખાવી શકે છે. પેનકાર્ડના ફોર્મ 49A અને 49AAમાં  2014થી ઘણા મહત્વના બદલાવ કરવામાં આવ્યાં છે. જેના અંતર્ગત તમે તમારા પિતાની જગ્યાએ માતાનું નામ પણ પાનકાર્ડમાં તમારા નામની પાછળ લગાવી શકો છો.

જો તમારી પાસે બે પાનકાર્ડ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે તમારું એક પાનકાર્ડ પાછુ આપી દેવું જોઇએ. તેના માટે તમે ઓનલાઇન ઇન્કમટેક્ષની વેબસાઇટ પર જઇને પણ કરી શકો છે, અથવા તો ઇન્કમટેક્ષની ઓફિસનો સંપર્ક કરીને પણ એક પાનકાર્ડ પાછુ આપી શકો છો.

Share This Article