દેશમાં મંકીપોક્સનો ખતરો વધતા બાળકો માટે ઘાતક થઈ શકે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે દુનિયાભરમાં મંકીપોક્સના ૭૦૦૦થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. આ વાયરસ ૭૫થી વધુ દેશોમાં ફેલાય ચુક્યો છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજુ સુધી આ બીમારીને મહામારી જાહેર કરવા પર કોઈ ર્નિણય લીધો નથી. કેરલમાં મંકીપોક્સના બે કેસ મળ્યા બાદ ભારતમાં આ બીમારી પર એલર્ટ છે. કેરલના પાંચ જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ પાંચ જિલ્લાના લોકોએ સંક્રમિત દર્દીની સાથે યાત્રા કરી હતી.  ખાસ કરીને બાળકોને આ બીમારીથી બચાવવા માટે કહેવામાં આવ્યું છે. આ કેમ તે જાણવું પણ જરૂરી છે.

હકીકતમાં ભારતમાં વર્ષ ૧૮૭૫ સુધી સ્મોલ પોક્સ અને ચિકન પોક્સ બીમારીઓ ખુબ હતી, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ભારતે વેક્સીનેશન કાર્યક્રમ દ્વારા આ બીમારી પર કાબુ મેળવી લીધો. ૧૯૭૫ની આસપાસ સુધી જન્મેલા મોટા ભાગના લોકોને રસી લાગી ગઈ છે કે તે એકવાર આ બીમારીથી સાજા થઈ ગયા છે.  આઈસીએમઆરે હાલમાં જારી નિવેદનમાં કહ્યું છે કે બાળકોએ મંકીપોક્સથી વધુ સાવધાન રહેવું પડશે. કારણ કે તેને અછબડાની રસી લાગી નથી. બાળકોએ ન તો અછબડાની બીમારીથી પરેશાન થવું પડ્યું અને ન તેને આ વેક્સીનની જરૂર પડી. એમ્સના મેડિસિન વિભાગના નિષ્ણાંત ડોક્ટર પીયુષ રંજન પ્રમાણે તેથી યુવા અને બાળકોએ આ બીમારીથી સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેની પાસે રસીની ઇમ્યુનિટી છે અને ન બીમારીથી સાજા થયા બાદ આવતી ઇમ્યુનિટીની.  સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના મેનેજમેન્ટ માટે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. તે પ્રમાણે લોકોએ ફ્લૂના લક્ષણ અને તાવના દર્દીઓના સંપર્કમાં આવતા બચવુ જોઈએ. મૃત અને બીજા જંગલી જાનવરોથી અંતર રાખવું જોઈએ.

નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં મંકીપોક્સનો ખતરો વધી શકે છે. ખાસ કરીને બાળકોએ તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. મધુકર રેનબો હોસ્પિટલના ડોક્ટર અનામિકા પ્રમાણે બાળકોમાં જૂનોટિક બીમારીઓનો ખતરો વધુ રહે છે. મંકીપોક્સ પણ એક ઝુનોટિક બીમારી છે. જે જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. બાળકોમાં આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તે મંકીપોક્સથી સંક્રમિત થાય તો આ વાયરસ ઘણા દિવસ સુધી તેનામાં રહી શકે છે. જેનાથી તાવ અને શરીરમાં લાલ દાણા નિકળી શકે છે.  આઈસીએમઆર તરફથી ૧૫ લેબ નક્કી કરવામાં આવી છે, જેમાં મંકીપોક્સનો ટેસ્ટ થશે. તેવામાં જો તાવ હોય અને દવા લીધા બાદ પણ સારૂ ન થાય તો મંકીપોક્સ માટે સેમ્પલ આપો. મંકીપોક્સનો ઇંક્યૂબેશન ૨૧ દિવસનો હોય છે. એટલે કે ૨૧ દિવસના આઈસોલેશન બાદ આ બીમારી ઠીક થઈ જાય છે. મંકીપોક્સમાં સૌથી પહેલા તાવ આવે છે અને પછી માથામાં દુખાવો થાય છે. ત્યારબાદ શરીરમાં અછબડાની જેમ ફોલ્લી થવા લાગે છે. આ વાયરસ હવા કે શ્વાસ દ્વારા ફેલાતો નથી.

Share This Article