ચા પીવા આવેલા કાકાના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો, કપડામાં લાગી આગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મોબાઈલ વિના આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. ઓફિસનું કામ હોય કે પછી સગાસંબંધીઓ સાથે ચેટીંગ, સૌ કોઈ દિવસભરમાં ફોનમાં લાગેલા જોવા મળે છે. તેના કારણે કેટલાય કામ સરળ પણ થઈ ગયા છે. દિવસભર ફોન મેસેજ આવતા રહે છે, તેના માટે મોબાઈલ લોકો હંમેશા પોતાની પાસે રાખે છે. જ્યાં પણ મોકો મળે ચાર્જ પર લગાવી દેતા હોય છે. જેથી બંધ ન થાય. તેને ક્યારેય સ્વિચઓફ કરવાનું વિચારતા નથી. પણ તેનું ભયંકર પરિણામ થઈ શકે છે. ટિ્‌વટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં આપ જોઈ શકો છો કે, ધોતી અને સફેદ કમીઝ પહેરેલા આ દાદા ચાની દુકાન પર આવે છે. એકદમ સાદા કપડામાં આવેલા કાકાને દુકાનદારે માટીના વાસણમાં ચા પીવડાવી. તેઓ ચા પીવા જતાંતા કે તરત તેમના ખીસામાં રાખેલો મોબાઈલ ફોન ફાટ્યો. અવાજ એટલો જોરદાર હતો કે, કાકા ફટાફટ ઊભા થઈ ગયા. ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા લાગ્યા, ત્યાં સુધીમાં તો આગ લાગી ગઈ. તેના કપડા સળગી રહ્યા હતા. તેઓ બૂમો પાડતા ભાગવા લાગ્યા, જેને જોઈ દુકાનદાર પણ ડરી ગયો. તેણે દોડીને આગ ઠારવાની કોશિશ કરી, જેમ તેમ કરીને ફોન બહાર કાઢ્યો.

Share This Article