દક્ષિણ ભારત પ્રવાસીઓની વચ્ચે માત્ર પોતાની ખુબસુરત જગ્યા માટે જ લોકપ્રિય નથી બલ્કે અહીં સ્થિતમંદિરો પણ દુનિયાભરમાં જાણીતા રહ્યા છે. જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા રહે છે. મંદિર માતા પાર્વતીના મિનાક્ષી સ્વરૂપને સમર્પિત છે. તે ભારતના સૌથી પ્રાચીન મંદિરો પૈકી એક મંદિર છે. આ મંદિરને દેશના સૌથી અમીર મંદિર તરીકે પણ ગણવામાં આવે છે. આને દુનિયાના સાત અજુબા પૈકી એક તરીકે પણ ગણવામાં આવે છે. આ મંદિર હિન્દુ દેવતા શિવ (સુન્દરેશ્વર અથવા તો સુન્દર ઇશ્વરના રૂપમાં) અને તેમના પત્નિ પાર્વતી (મિનાક્ષી અથવા તો માછળીના આકારની આંખવાળી દેવીના રૂપમાં) ને સમર્પિત છે. આ મંદિર તમિળ ભાષાના ગૃહ્સ્થ ૨૫૦૦ વર્ષ જુના મદુરાઇ નગરની જીવરેખા સમાન છે.
આધુનિક ઇતિહાસની વાસ્તવિક માહિતી હજુ સુધી મળતી નથી. પરંતુ તમિળ સાહિત્યના કહેવા મુજબ તે કેટલીક શતાબ્દી પહેલાનો વિક્રમ ધરાવે છે. આ મંદિર તમિળ ભાષાના ગૃહસ્થાન ૨૫૦૦ વર્ષ જુના મદુરાઇનગરના જીવન રેખા સમાન છે. હિન્દુ પૌરાણિક કથાનુસાર ભગવાન શિવ સુન્દરેશ્વરના સ્વરૂમાં પોતાના ગણોની સાથે પાંડ્યા રાજા મલયધ્વજની પુત્રી રાજકુમારી મિનાક્ષી સાથે લગ્ન કરવા માટે મદુરાઇ નગરમાં પહોંચી ગયા હતા. આ મંદિરના સ્થાપત્ય અને વાસ્તુ આશ્ચર્યચકિત કરનાર છે. જેના કારણે તે આધુનિક વિશ્વના સાત આશ્ચર્ય સ્થાનોની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. પરંતુ તેનુ કારણ તો તેનુ વિસ્મયકારક સ્થાપત્ય છે. આ ભવ્ય ઇમારત ગ્રુપમાં ૧૨ ભવ્ય ગોપુરમ છે. જે અતીવ વિસ્તૃત રૂપથી શિલ્પિત છે. આના પર મોટી મહીનતા અને કુશળતાપૂર્વક રંગ તેમજ ચિત્રકારીના કારણે લોકોમાં ચર્ચામાં રહે છે. આ મંદિર તમિળ લોકોના અતિ ઉપયોગી સ્થળ તરીકે છે.
તેનુ વર્ણન તમિળ સાહિત્યમાં પ્રાચીન કાળથી કરવામાં આવ્યુ છે. હિન્દુ આલેખોના કહેવા મુજબ ભગવાન શિવ પૃથ્વી પર સુન્દરરેશ્વર રૂપમાં મિનાક્ષી સાથે જે પોતે દેવી પાર્વતીના અવતાર તરીકે છે. તેમની સાથે લગ્ન કરવા માટે પહોંચ્યા હતા. દેવી પાર્વતીએ પૂર્વમાં પાડ્યા રાજા મલયધ્વજ , મદુરાઇના રાજાની ઘોર તપસ્યા કરી હતી. જેના કારણે તેમના ઘરમાં એક પુત્રીનો જન્મ થયો હતો. પુખ્યવયની થયા બાદ તે નગરા શાસનમાં આવી હતી. ત્યારે ભગવાન આવ્યા હતા અને તેમની સાથે લગ્ન કરવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી. જે સ્વીકારી લેવામાં આવી હતી. આ લગ્નને વિશ્વની સૌથી મોટી ઘટના તરીકે ગણવામાં આવી હતી. જેના ભાગરૂપે સમગ્ર પૃથ્વીના લોકો મદુરાઇ પહોંચ્યા હતા. ભગવાન વિષ્ણુ પોતે પોતાના નિવાસસ્થાનથી નિકળીને લગ્નના સંચાલન હેતુથી પહોંચી ગયા હતા. ઇશ્વરીય લીલા મુજબ ઇન્દ્રના કારણે તેમને રસ્તામાં વિલંબ થયો હતો. આ ગાળા દરમિયાન લગ્નનુ કામ સ્થાનિક દેવતા કુડલ દ્વારા સંચાલિત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ક્રોધિત ભગવાન વિષ્ણુ આવ્યા હતા. તેઓએ મદુરાઇ શહેરમાં ક્યારેય ન આવવા માટેની પ્રતિજ્ઞા કરી હતી. જેથી તેઓ નગરની સરહદ નજીક એક સુન્દર પર્વત અલગાર કોઇલમાં વસી ગયા હતા. ત્યારબાદ તેમને અન્ય દેવતાઓ દ્વારા મનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મિનાક્ષી, સુન્દરરેશ્વરના પાણિગ્રહણ કરાવ્યા હતા. આ લગ્ન અને ભગવાન વિષ્ણુને શાંત કરવા સાથે સંબંધિત બંને તહેવાર સૌથી મોટા તહેવાર તરીકે છે.
જેને ચિતિરઇ તિરુવિઝા અથવા તો અઝકર તિરુવિઝા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવ્ય યુગલ દ્વારા અહીં લાંબા સમય સુધી શાસન કરવામાં આવ્યુ હતુ. એ સ્થળનુ ત્યારબાદ શુ થયુ તેના ઉલ્લેખ મળતા નથી. જો કે એમ માનવામાં આવે છે કે ઇન્દ્રને ભગવાન શિવની મુર્તિ શિવલિંગ રૂપમાં મળી હતી. ત્યારબાદ મુળ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આ પ્રથાને આઈજે પણ મંદિરમાં પાળવામાં આવે છે. એમ પણ કહેવામાં આવે છે કે હિન્દુ શૈવ મતાવલમ્બી સંતે આ મંદિરને લઇને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે મુસ્લિમ શાસક મલિક કફિરે ૧૩૧૦માં ખુબ લુંટ ચલાવી હતી. સાથે સાથે પ્રાચીન ઘટકોને નષ્ટ કરી દીધા હતા. જાણકાર લોકો કહે છે કે આ મંદિરનુ ગર્ભગ્રહ ૩૫૦૦ વર્ષ જુનુ છે. આ મંદિરની બહારની અને અંદરની દિવાલોનુ નિર્માણ ૧૫૦૦-૨૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતુ. આ પૂર્ણ મંદિર આશરે ૪૫ એકર જમીન પર સ્થિત છે. મિનાક્ષી મંદિરની ખુબસુરતી જોઇને શ્રદ્ધાળુઓ અને વિદેશી પ્રવાસીઓ આજે પણ મંત્રમુગ્ધ થઇ જાય છે. તેની સાથે અનેક માન્યતાને લઇને પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતા રહે છે.