અમદાવાદ : હવે જ્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એમ 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.
રાજ્યમાં આવનારા દિવસોમાં ગરમી વધુ કહેર વર્તાવશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, હવામાન વિભાગે 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે. વિભાગ દ્વારા 4 અને 5 એપ્રિલનાં રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે 7,8 અને 9 એપ્રિલનાં રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, પોરબંદર, જુનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.