રાંધણ ગેસ હવે રેલવે પણ પોતાના યાત્રીઓને ટિકિટ પર મળનાર સબસિડી છોડી દેવા માટે વિકલ્પ આપવાની તૈયારીમાં છે. એટલે કે કોઇ પ્રવાસી ઇચ્છે તો ટિકિટ પર મળનાર રાહતને છોડી શકે છે. મોદી સરકાર-૨ની અવધિ શરૂ કરવામા આવ્યા બાદ બીજી અવધિના પ્રથમ બજેટમાં જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ અંગેની વાત કરી ચુક્યા છે. સીતારામને પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે રેલવે સ્ટેશનોને વધારે સુવિધા માટે ખાનગી કંપનીઓને સોંપવામાં આવનાર છે. કેટલાક રેલવે માર્ગોને પણ ખાનગી હાથમાં સોંપી દેવામાં આવનાર છે તેવી ચર્ચા ચાલી રહી છે.
સ્વાભાવિક છે કે કોઇ પણ કંપની રાહતવાળી ટિકિટ વ્યવસ્થાને સ્વીકાર કરવા માટે ઇચ્છુક રહેશે નહી. રેલવે દ્વારા ટિકિટ પર વરિષ્ઠ નાગરિકો સહિત કેટલાક વર્ગોમાં યાત્રીઓને ચોક્કસ સુવિધા આપવામાં આવે છે. કહેવામાં તો એમ પણ આવી રહ્યુ છે કે કુલ ખર્ચ પૈકી ૫૭ ટકા રકમ જ ટિકિટ મારફતે મેળવી શકે છે. આવી સ્થિતીમાં રાંધણ ગેસની જેમ સબસિડી છોડવાના વિકલ્પ પર આગળ વધવા માટે વિચારણા ચાલી રહી છે. રેલવેની આ યાજના અમલી બનવાની સ્થિતીમાં એસી કોચમાં યાત્રા વધારે મોંઘી બની શકે છે. હકીકતમાં ટિકિટોમાં આ સબસિડી પોતે રેલવે દ્વારા નુર ભાડાથી થતી આવકમાંથી આપે છે.
રેલવે દ્વારા વર્ષ ૨૦૧૭માં પણ વરિષ્ઠ નાગરિકો માટે આ સ્કીમ કાઢી હતી કે જો તેઓ ઇચ્છે તો ટિકિટ પર મળતી સબસિડી અથવા તો રાહત છોડી શકે છે. એ વખતે રેલવેને ૭૮ કરોડ રૂપિયાની આવક થઇ ગઇ હતી. રાંધણ ગેસની સબસિડી છોડવા અને રેલવે ટિકિટની સબસિડી છોડવામાં અંતર વધારે છે. એસપીજી સિલિન્ડર પર સબસિડી છોડવાવાળાના કારણે જ ગરીબ વર્ગ સુધી ગેસ સિલિન્ડર પહોંચાડી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં માત્ર એસી ટિકિટોની શ્રેણીમાં જ રેલવેને આંશિક ફાયદો થઇ રહ્યો છે. અન્યથા પ્રતિ કિલોમીટર યાત્રા પર તે રેલવે યાત્રીઓ પાસેથી ૩૮ પૈસા મેળવે છે. કોઇ સ્વચ્છાથી ટિકિટો પર રાહત મેળવવા ન ઇચ્છે તે અલગ બાબત છે. પરંતુ ઓનલાઇન ટિકિટના બુકિંગ પર કોઇ બિન ઇચ્છાથી પણ ટિકિટમાં રાહત નહી મેળવી લેવા માટે બટન ક્લિક થઇ જાય તો તેને તે પરત લઇ શકે તેમ નથી.
રાહત છોડી દેવામાં આવ્યા બાદ પણ આની કોઇ ગેરંટી નથી કે યાત્રીને કન્ફર્મ ટિકિટ મળી જ જશે. પહેલા રેલવે યાત્રા વધારે સુરક્ષિત અને આરામદાયક બને તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. માત્ર ખાનગી ક્ષેત્રના માર્ગને સરળ કરવાના ઇરાદા સાથે જો સબસિડી છોડી દેવા નાગરિકોને કહેવામાં આવી રહ્યુ છે તો તેને કોઇ કિંમતે યોગ્ય ગણી શકાય તેમ નથી. સામાન્ય રીતે થાય છે તો એ જ કે સરળ શરતોમાં સરકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ પ્રવેશ કરી લે છે પરંતુ ત્યારબાદ કંપનીઓ પોતાની શરતો લાગુ કરવા લાગી જાય છે. રેલવેને ગિવ ઇટ અપ અભિયાનમાં પણ જાગરૂકતાના નામ પર લાખો રૂપિયાના ખર્ચની જરૂર દેખાઇ રહી છે. રેલવેની પાસે ખુબ સંપત્તિ રહેલી છે. ખાનગી ક્ષેત્રને જાળવણી કરવાની જવાબદારી સોંપવા કરતા સરકાર પોતે સંપત્તિનુ વિસ્તરણ કરે તે જરૂરી છે.