
નવીદિલ્હી : શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું સાચું નામ આખરે છે શું?.. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે સવાલ એ છે, ફિલ્મનું સાચું નામ શું, આનો સાચો અર્થ અને ફિલ્મનું નામ સાથે શું કનેક્શન છે. જાે આપણે DUNKI અને DONKEY બંને શબ્દો જાેઈએ, તો DUNKI ના ઉચ્ચારને લઈને મૂંઝવણ વધી ગઈ. પણ બંનેનો ઉચ્ચાર સરખો છે. જાેકે, શાહરૂખ ખાને તેના ટિ્વટર પર તેનો અર્થ અને ઉચ્ચાર બંને સમજાવ્યા હતા. સોશિયલ મીડિયા પર #AskSRK સેશનમાં એક યુઝરે શાહરુખ ખાનને આ સાથે જાેડાયેલો એક સવાલ પુછ્યો હતો. આ ફિલ્મનું નામ ડંકી રાખવાનું કારણ શું છે. શાહરુખ ખાને તેનું ઉચ્ચારણ અને અર્થ બંન્ને જણાવ્યો હતો. શાહરુખ ખાને લખ્યું DUNKI ને ડંકી વાંચવામાં આવે છે, જે રીતે Hunky, Funky અને Monkey વાંચવામાં આવે છે.. ડંકી શબ્દનો અર્થ ડંકી ફ્લાઈટ સાથે જાેડાયેલો છે. ફિલ્મનો વિષય પણ ડંકી ફ્લાઈટ સાથે જાેડાયેલો છે. તેનો અર્થ થાય છે ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં એન્ટ્રી લેવી. તે રુટને Donkey Route કહેવામાં આવે છે. દુનિયાના કેટલાક એવા ડંકી રુટ છે. ગુગુલ કે પછી યુટ્યુબ પર USA સર્ચ કરો છો તો અનેક વીડિયો છે જે જણાવે છે કે, એક દેશમાંથી ગેરકાયદેસર તરીકે બીજા દેશમાં પ્રવેશ કરવો. પંજાબમાં ડંકી ફ્લાઈટનો બિઝનેસ ફેલાયેલો છે. જ્યાં વસ્તીનો મોટો ભાગ વિદેશમાં જઈને ત્યાં સ્થાયી થવા માંગે છે.અહેવાલ મુજબ આ ધંધો ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં પણ ફેલાયેલો છે. અને ગુજરાત સુધી પહોંચ્યો છે. યુવાનોમાં સૌથી વધુ જાેવા મળે છે. જે યુવાનો પોતાના સપના પૂરા કરવા માટે ક્યાંક વિદેશ જવા માંગે છે. ટ્રાવેલ એજન્ટો આમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમાં કેટલાક સત્તાવાર રીતે તેમને વિદેશ જવા માટે મદદ કરે છે, પરંતુ કેટલાક એવા છે જેઓ તેમને ત્યાં લઈ જવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવે છે. ઘણી વખત તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા પકડાય છે.