નવી દિલ્હી : દેશમાં ચર્ચા ચગાવનાર મેટરનિટી બેનિફિટ સ્કીમને લઇને ટુંક સમયમાં જ હવે સર્વે અને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સ્કીમના લાભ તમામ સંબંધિતો સુધી પહોંચી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરવાના હેતુસર આ સર્વેની કામગીર હાથ ધરવામાં આવનાર છે. મેટરનિટી બેનિફિટ સ્કીમ બે વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ એક રોકડ આધારિત મેટરનિટી બેનિફિટ સ્કીમ છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્યોની વાત કરવામાં આવે તો હિમાચલપ્રદેશમાં સૌથી વધારે સફળતા આ સ્કીમમાં હાથ લાગી છે. અહીં એનરોલમેન્ટ અથવા તો નોંધણીની ટકાવારી ૧૩૧ ટકા રહી છે.
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા પણ આ સ્કીમને મોટી સફળતા હાંસલ થઇ છે. જ્યારે કંગાળ દેખાવ કરનાર રાજ્યોમાં ઓરિસ્સા, તેલંગણા, તમિળનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામનો સમાવેશ થાય છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્ધેશ્ય તેમના સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને વેત નુકસાન બદલ આંશિક વળતર ચુકવવામાં આવે છે. મહિલાને તેના પ્રથમ બાળકના જન્મ માટે માતાઓને રૂપિયા ૬૦૦૦ આપવામાં આવે છે. આ રોકડ રકમ આપવામાં આવે છે. આ સ્કીમ હજુ સુધી ૪.૮ મિલિયન લાભાર્થી સુધી પહોંચી છે. ઓગષ્ટ ૨૦૧૮ સુધી સ્કીમ હેઠળ નોંધણી ૮.૬ મિલિયન સુધી પહોંચી ગઇ હતી.
લાભ મેળવનારને હજુ સુધી ૧૭૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. સુચિત સર્વે સાથે જાડાયેલા લોકો કહે છે કે આ સ્કીમની અસરરકારતા અને તેના સંબંધમાં વધારે માહિતી મેળવી લેવાના ઇરાદા સાથે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેની કામગીરી સ્વતંત્ર સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ફિડબેક મેળવવાની સાથે સાથે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના અમલીકરણની ખાતરી પણ કરવામાં આવનાર છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે ઓરિસ્સા, તેલંગણા, તમિળનાડુમાં ખુબ ખરાબ હાલત રહેલી છે. આ સ્કીમની કોઇ અસર અહીં નતી. આ ત્રણેય રાજ્યોમાં શરૂઆત પણ નહીંવત સમાન છે. આ વર્ષે તમિળનાડુ અને તેલંગણા સરકાર આ સ્કીમને અમલી કરવામાં સફળ રહી છે. જો કે તેમની સ્થિતી હાલમાં નિરાશાજનક છે. બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, અરૂણાચલ પ્રદેશ તેમજ મણિપુર જેવા રાજ્યો આ સ્કીમમાં હાલમાં ખુબ પાછળ ચાલી રહ્યા છે. જા કે હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશમાં ૧૦૦ ટકા કરતા વધારે નોંધણી થઇ ચુકી છે.