લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હોલિવૂડ સિંગર લેડી ગાગાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ મામલો ૨૦૨૧નો છે. જેને લઈને હવે કોર્ટે તેનો ફેસલો કર્યો છે. આ મામલો ૨૦૨૧નો છે. લેડી ગાગાના French bulldogને ગોળી મારવામાં આવી હતી. હુમલો કરનારા આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું, જેનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બે સાથિઓ સાથે મળીને આ સંપુર્ણ ઘટનાને અંજામ આપ્યો હતો.

રિપોર્ટ અનુસાર, જેક્સનના હૉલિવૂડ સ્ટ્રીટ પર રાયન ફિશર પર અટેક કર્યો હતો, જે લેડી ગાગાના ત્રણ પાળત ડૉગને લટાર મારવા લઈ ગયા હતાં. આ દરમિયાન આરોપીએ લેડી ગાગાએ ડૉગ વૉકર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાએ લેડી ગાગાને અંદરથી હચમચાવી દીધી હતી. સિંગરને પોતાના બધા જ કૂતરા સાથે ખૂબ જ લગાવ હતો. સિંગરના કૂતરાને કોઈએ કિડનેપ કરી લીધા હતાં. ત્યારબાદ લેડી ગાગાએ પોતાના કૂતરા કોજી અને ગુસ્તાવને પરત કરવા માટે ૫,૦૦,૦૦૦ ડૉલરનું ઈનામ રાખ્યુ હતું. એક મહિલાએ તેના કૂતરાને પરત કર્યા હતાં, પરંતુ બાદમાં આખી અલગ જ સ્ટોરી નીકળી. કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા કૂતરા ચોરી કરનારી આરોપી નીકળી.

જેક્શન સિવાય આ મામલાને અંજામ આપવા તેના અન્ય સાથી પણ જેલમાં બંધ છે. લૉસ એંજેલિસની પોલીસ અનુસાર, તેમને એવું લાગે છે કે માલિકોના કારણે તેમના ડૉગ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. પોલીસનું કહેવું છે કે માર્કેટમાં આ કૂતરા મોંઘા ભાવે વેચવામાં આવે છે. બની શકે છે કે તેમને ચોરીને બ્લેકમાં તેને મોંઘા ભાવે વેચવા માટે તેના પર હુમલો કરવામાં આવ્યો હોય. લેડી ગાગા સિવાય રીસ વિદરસ્પૂન, લિયોનાર્ડો ડિકૈપરિયો અને મેડોના જેવી સેલિબ્રિટીસ પાસે પણ ફ્રેન્ચ બુલડૉગ છે. સેલિબ્રિટીની ડિમાન્ડ બાદ આ ડૉગ્સની કિંમત પહેલા કરતા વધી ગઈ છે.

Share This Article