સીરિયલના મેકર્સને આખરે મળી જ ગયો નવો સમર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈન્ડિયન ટેલિવિઝન પરની પોપ્યુલર સીરિયલ અનુપમા છેલ્લા બે-ત્રણ દિવસથી એક ખાસ કારણથી ચર્ચામાં છે. શોમાં સમરના પાત્રમાં જોવા મળેલા પારસ કલનાવતે નિયમનો ભંગ કર્યો હોવાનું કહીને પ્રોડક્શન હાઉસે તાત્કાલિક તેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હતો અને તેને રાતોરાત શોમાંથી બહાર કર્યો હતો.

એક્ટરે સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા ૧૦ માટે હા પાડતા પહેલા તેમની મંજૂરી ન લીધી હોવાનું કહ્યું હતું. તો પારસનું કહેવું હતું કે, જ્યારે મીડિયામાં અફવા ફેલાઈ ત્યારે હકીકતમાં તેણે શો પણ સાઈન કર્યો નહોતો અને પ્રોડક્શન હાઉસ તેમની પરવાનગી ન લીધી હોવાનું સમજી બેઠું હતું.

પારસ કલનાવત અનુપમા સીરિયલમાંથી બહાર થયો છે, ત્યારે નવા સમર માટેની શોધ મેકર્સે શરૂ કરી દીધું છે. હાલમાં જ તેવા રિપોર્ટ્‌સ હતા કે, ‘અપનાપનઃ બદલતે રિશ્તો કા બંધન’માં મહત્વના પાત્રમાં જોવા મળેલા સુવાંશ ધરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે જ નવો સમર બને તેવી શક્યતા છે. જો કે, ટેલિચક્કરના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, સુવાંશ ધર નહીં પરંતુ ‘કૈસી હૈ યે યારિયાં’નો એક્ટર સાગર પારેખ શોમાં એન્ટ્રી લે તેવી પૂરેપૂરી શક્યતા છે. પારસને બહાર કર્યા બાદ મેકર્સે તેનો સંપર્ક કર્યો હતો. આ અંગે ન તો એક્ટરે કે ન તો પ્રોડક્શન હાઉસે પુષ્ટિ કરી છે. ત્યારે બંનેમાંથી કયા એક્ટરને ફાઈનલ કરવામાં આવે છે કે પછી અન્ય જ કોઈ આ પાત્ર ભજવશે તે આગામી સમયમાં જોવા મળશે.

પારસ કલનાવતે કહ્યું હતું કે, ‘છેલ્લા એક વર્ષથી મારા પાત્ર ‘સમર’ પાસે કરવા માટે કંઈ નહોતું. નંદિનીની (અનઘા ભોસલે) એક્ઝિટ બાદ, મારા પાત્ર પાસે ભાગ્યે જ કંઈક કરવા માટે હતું. હું શોમાં બેકગ્રાઉન્ડમાં માત્ર પરિવારના સભ્ય તરીકે ઉભા રહેવા માગતો નહોતો. મારા પાત્રનો ખરેખર વિકાસ થઈ રહ્યો નહોતો. મેં મેકર્સને મારા કરિયર ગ્રાફ વિશે વાત કરી હતી, પરંતુ શોમાં મારો ટ્રેક ક્યારે પરત ફરશે તે અંગે તેમની ખાતરી નહોતી. ૨૦૨૧ના તે સમયને યાદ કરતાં એક્ટરે કહ્યું હતું કે, તે સમયે મહામારી પીક પર હતી અને માર્ચમાં તેના પિતાનું અવસાન થયું તે સમયે ઘણા કલાકારો સંક્રમિત થયા હતા. તે સમયે ખરાબ સ્થિતિમાં હોવા છતાં મેકર્સન કહેવા પર શૂટિંગ શરૂ કર્યું હતું’.

Share This Article