અનુપમા શોમાં ટિ્‌વસ્ટના ચક્કરમાં મોટી ભૂલ મેકર્સે કરી નાંખી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અનુપમા સીરિયલ બધાને ખુબ ગમતી સીરિયલ છે. હાલ તેમાં અત્યંત હાઈ વોલ્ટેજ ડ્રામા દેખાડવામાં આવી રહ્યો છે. શોની કહાનીને મેકર્સે એટલી સુંદરતાથી ટિ્‌વસ્ટ કર્યો છે કે દર્શકોનો તેમા રસ વધી ગયો છે. હાલ આ શોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે વનરાજ શાહ અને અનુજ કાપડિયાનો અકસ્માત થઈ ગયો. ત્યારબાદ શોની કહાની થોડા મહિના આગળ વધી ગઈ. હાલ વનરાજને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે ઘરે છે જ્યારે અનુજ હજુ કોમામાં છે. આસમગ્ર ડ્રામા દેખાડવાના ચક્કરમાં શોના મેકર્સે એટલી મોટી ભૂલ કરી નાખી કે તમે પણ જાણીને શોક્ડ થઈ જશો. 

વનરાજ અને અનુજનો અકસ્માત તો થઈ ગયો પરંતુ શોની કહાનીને આગળ વધારવા માટે મેકર્સે શોમાં ૭ મહિનાનો લીપ દેખાડ્યો છે. મેકર્સના લીપ દેખાડવાથી શોની કહાની તો આગળ વધી ગઈ પરંતુ આ દરમિયાન એક એવી ભૂલ થઈ ગઈ કે તેને અનેક દર્શકો પણ પકડી શક્યા નહીં.  બન્યુ કઈક એવું કે અકસ્માત બાદ કહાની ૭ મહિના આગળ વધી ગઈ. આ ગેપ બાદ વનરાજ એકદમ ઠીક થઈને ઘરે આવી ગયો. પરંતુ બીજુ કઈ તો બદલાયું જ નથી. એટલે સુધી કે કિંજલની પ્રેગ્નેન્સી ત્યાંની ત્યાં જ છે. શોમાં દેખાડવામાં આવ્યું છે કે અનેક મહિનાથી અનુપમા અને વનરાજની વહુ  કિંજલ ગર્ભવતી છે. શોમાં કિંજલની પ્રેગ્નેન્સી સિક્વેન્સને ૪ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. ત્યારબાદ શોમાં ૭ મહિનાનો લીપ આવ્યો છે. આવામાં શોમાં લીપ દેખાડ્યા બાદ પણ મેકર્સે કિંજલને ગર્ભવતી જ દેખાડી છે. આવામાં મેકર્સની આ મોટી ભૂલ કે પછી ચૂક તરીકે જોવામાં આવી રહ્યું છે. બની શકે કે કિંજલની ડિલિવરીને અલગથી આખી સિક્વેન્સ દેખાડવા માટે આ કહાનીને હજુ સુધી બચાવી રાખવામાં આવી છે અને આવનારા એપિસોડમાં બની શકે કે તે દેખાડવામાં આવે.

Share This Article