સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારને ૨૭મી નવેમ્બર એટલે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ જારી કરી
દીધો છે. સુપ્રીમ કોર્ટના રાજકીય રીતે મહત્વપૂર્ણ આ આદેશના કારણે ફડનવીસ સરકારની મુશ્કેલી વધી ગઇ છે. કોર્ટે સાથે સાથે આદેશ પણ આપ્યો છે કે પ્રોટેમ સ્પીકરની પણ નિમણૂંક કરી દેવામાં આવે તે જરૂરી છે. કોર્ટે કહ્યુ છે કે ધારાસભ્યોના શપથ બાદ સાંજે પાંચ વાગે સુધી ફલોર ટેસ્ટ કરી લેવામાં આવે તે જરૂરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ગુપ્ત મતદાન કરવાના બદલે ફ્લોર ટેસ્ટનુ જીવંત પ્રસારણ કરવામાં આવે તે જરૂરી છે. જસ્ટીસ એનવી રમના, જસ્ટીસ અશોક ભુષણ અને જસ્ટીસ સંજીવ ખન્નાની પીઠે ચુકાદો વાંચતા કહ્યુ છે કે લોકશાહી મુલ્યોનુ રક્ષણ થાય તે જરૂરી છે. પીઠે કહ્યુ છે કે કોર્ટ અને ન્યાયતંત્રને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કોર્ટે કહ્યુ હતુ કે હવે વચગાળાની વાત કરવાની જરૂર છે. કોર્ટે કહ્યુ હતુ કે હજુ સુધી ધારાસભ્યોના શપથ પણ થયા નથી.
લોકોને સારા શાસનની જરૂર દેખાઇ રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફડનવીસ સરકારને શપથ અપાવવા માટેના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના આદેશને પડકાર ફેંકીને કોંગ્રેસ, એનસીપી, અને શિવ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારના દિવસે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ગઇકાલે આ મામલામાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલોને સાંભળી હતી. તમામ પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બહુમતિ પરીક્ષણને લઇને ચુકાદો મંગળવારના દિવસે આપવાની જાહેરાત કરી હતી. ત્રણેય પક્ષોએ કોર્ટમાં પોતાની દલીલોમાં વિધાનસભામાં તરત જ બહુમત પરીક્ષણની માંગ કરી હતી. ફ્લોર ટેસ્ટ માટે તર્કદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. બીજી બાજુ ભાજપ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ આ મામલામાં વિસ્તૃત સુનાવણીની તરફેણ કરી હતી. શનિવારના દિવસે ત્રણેય પક્ષો દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
આ મામલે રવિવારના દિવસે પણ સુનાવણી જારી રહી હતી. ત્યારબાદ સોમવારના દિવસે પણ સુનાવણી જારી રહી હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના વકીલે કહ્યુ હતુ કે ગવર્નરે કોઇ મહિનાનો સમય આપ્યો નથી. બીજી બાજુ એનસીપીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ હતુ ફ્લોર ટેસ્ટ સમય પર થાય તે જરૂરી છે. ગવર્નરના વકીલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે જે નવા પત્રો આ લોકો કોર્ટને આપી રહ્યા છે તેમાં કોઇ ધારાસભ્યોના નામ સરનામા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે પોતાની દલીલોને અરજીની માંગ સુધી મર્યાદિત રાખવામાં આવે તે જરૂરી છે. સિંઘવીએ કહ્યુ હતુ કે તેઓ આ બાબત પર ભાર મુકવા માંગતા નથી પરંતુ આ બાબતો પોતાની રીતે આધાર તરીકે છે. સિંઘવીએ દલીલો કરી હતી કે જુના આદેશની અવગણા કરી શકાય તેમ નથી. એનસીપી તરફથી અભિષેક મનુ સિંઘવી દ્વારા દલીલો કરવામાં આવી હતી. કપિલ સિબ્બલે દલીલો આપતા કહ્યુ હતુ કે હવે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં વિધનસભામાં ૨૮૮ સીટો છે.
સરકાર બનાવવા માટે બહુમતિનો આંકડો ૧૪૫નો છે. વિધાનસભા ચૂંટણીના પરિણમા આવ્યા બાદ ભાજપને ૧૦૫ સીટો મળી હતી. ભાજપ અને શિવસેના ચૂંટણી પહેલા ગઠબંધનમાં હતા જેથી તેમને બહુમતિ માટેની સીટો મળી હતી. જોકે, ગઠબંધન તુટી જતા ભાજપને સરકાર બનાવવા માટે ૪૦ સીટોની જરૂર થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આજે સવારે દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ હતુ કે રાજ્યને ખિચડી નહીં બલ્કે સ્થિર સરકારની જરૂર દેખાઇ રહી હતી. ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરે આવી ગયા હતા પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાયુ હતુ. મહારાષ્ટ્રમાં સવાર પડતા જ પહેલા રાજકીય ભૂકંપની સ્થિતિ રહી હતી. મહારાષ્ટ્રમાં બહુમતિ માટેનો આંકડો ૧૪૫નો રહેલો છે.