શાહરૂખના બંગલાનો લુક બદલાઇ ગયો, હીરા જડેલી નેમપ્લેટ લગાવી!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત ઘર મન્નતનો હવે નવો લુક સામે આવ્યો છે. મુંબઈના આ પોપ્યુલ રલેન્ડમાર્કને તાજેતરમાં જ નવી ન્ઈડ્ઢ નેમ પ્લેટ મળી છે, જે અંધારામાં પણ એન્ટરેંસને ઝળહળતી કરી દે છે. ઘરના આગળના ભાગને લઈને ફેન્સમાં ઘણો ક્રેઝ છે કારણ કે સુપરસ્ટાર તેના પરિવાર સાથે અહીંના લોકોને તેની ઝલક બતાવે છે. મન્નતનો આ બદલાયેલો લુક ટિ્‌વટર પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં શાહરૂખ ખાનના ઘણા ફેન્સ અને તેના ફેન ક્લબે મન્નતના નવા લૂકની તસવીરો શેર કરી છે. ગેટની સામેની નેઈમ પ્લેટ આ વર્ષની શરૂઆતમાં રિપેર થઈ રહી હોવાથી તેને હટાવી દેવામાં આવી હતી. હવે, એક નવી નેમ પ્લેટ લગાવવામાં આવી છે જેને ઘણા ફેન્સ ‘ડાયમંડ નેમ પ્લેટ’ કહી રહ્યા છે. એલઈડી પ્લેટ એ કોઈ નવી વાત નથી કારણ કે બંગલાનો ગેટ પણ બદલાઈ ગયો હતો. જૂના, કાટવાળા ગેટને બગલે એક નવો બ્લેક એન્ડ વ્હાઇટ ગેટ લગાવવામાં આવ્યો હતો.

એક ફેન ક્લબે મન્નતની તસવીરો અને વીડિયો ટિ્‌વટ કરીને લખ્યું, “આખરે અમારી આતુરતાનો અંત આવ્યો અને અહીં અમારી પાસે નવા ગેટ સાથે મન્નતમાં સુંદર ડાયમંડ નેમ પ્લેટ છે.” આ તસવીરોમાં નવી નેમપ્લેટ્‌સ જોવા મળી રહી છે. તેના પર મન્નત અને લેન્ડ્‌સ એન્ડ લખાયેલું છે. જે અંધારામાં ચમકે છે. બીજી કેટલીક ફેન ક્લબોએ રવિવારના દિવસે પણ તે દિવસની તસવીરો શેર કરી હતી. ફેન્સ નવા ગેટની સામે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા, જેમાં કેટલાક શાહરૂખના રેઝ્‌ડ આર્મ્સ પોઝની કૉપી પણ કરતા હતા. મન્નત એપ્રિલમાં ટ્રેન્ડમાં આવ્યું જ્યારે વર્ષો પછી ગેટ પર નવી નેમ પ્લેટ લગાવવામાં આવી. પરંતુ એક મહિના પછી, ફેન્સને જોવા મળ્યું કે નવી નેમ પ્લેટ ગાયબ છે. ઘણા ફેન્સને નવાઇ લગી કે નેમ પ્લેટ ચોરાઈ ગઇ છે શું, પરંતુ અન્ય લોકોએ ધ્યાન દોર્યું છે કે શાહરૂખના ઘરની સુરક્ષાની સ્થિતિને જોતા તે અસંભવિત છે. કેટલાકને આશ્ચર્ય પણ થયું કે શું તેણે ગૌરી ખાન પાસેથી કોઈ ઈન્ટિરિયર ડિઝાઈનની હેલ્પ લીધી છે. જો કે, એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘તેને રિપેરિંગ માટે લઇ જવામાં આવી છે અને એકવાર તે ઠીક થઈ જાય પછી તેને ફરીથી તેના સ્થાને મૂકવામાં આવશે’.

Share This Article