ભારતમાં સદીનું સૌથી લાબું ચંદ્રગ્રહણ આગામી ૨૭ જુલાઈ દેખાશે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આગામી ૨૭ જુલાઈના રોજ આ સદીનું સૌથી લાબું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે જે ભારતમાં વિવિધ સ્થળોએ દેખાશે. એમ.પી.બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એમપી બિરલા પ્લેનેટેરિયમના સંશોધન અને શિક્ષણ વિભાગના વડા દેબ્રીપ્રસાદ દૌરીએ આજે કહ્યું હતું કે, આગામી ૨૭મી જુલાઈએ થનાર સૌથી લાબું ચંદ્રગ્રહણ દેશના લગભગ બધા સ્થળોથી જોઈ શકાશે. ઉપરાંત આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાંથી પણ જોઇ શકાશે.

ચંદ્રગ્રહણ વિષે મળતી માહિતી મુજબ સંપૂર્ણ ચંદ્રગ્રહણ એક કલાક અને ૪૩ મિનિટ સુધી રહેશે, જ્યારે આંશિક ગ્રહણ એકાદ કલાક સુધી રહીને પછી અદ્રશ્ય થઇ જશે.

૨૭ જુલાઇએ ભારતીય સમય મુજબ રાત્રે ૧૧-૫૪ વાગે આંશિક ચંદ્રગ્રહણ શરુ થશે અને  ૨૮ જુલાઇએ રાતના એક વાગ્યે સંપૂર્ણ ગ્રહણ શરુ થશે. ૨૮ જુલાઇના રોજ ૧:૫૨ મિનિટે ચંદ્ર એકદમ કાળો દેખાશે અને ૨-૪૩ મિનિટ સુધી આવો જ રહેશે. ત્યારબાદચંદ્ર આંશિક રીતે દેખાશે જે સવારના ૩:૪૯ મિનિટ સુધી રહેશે.

TAGGED:
Share This Article