જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ભીષણ હુમલાને અંજામ આપનાર એક સ્થાનિક યુવાન હતો. સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરનાર જેશના ત્રાસવાદી આદિલ અહેમદ ડાર પુલવામાના કાકાપોરા ગામમાં રહેતો હતો. એક વર્ષ પહેલા તે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. જેથી તેની વયનો અંદાજ લગાવી શકાય છે. આ ઘટનાના કારણે ૨૦૦૦માં કરવામાં આવેલા બાદામી બાગ હુમલાની યાદ તાજી કરી દેવામાં આવી છે. એ વખતે એક ૧૭ વર્ષીય આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટક સાથે ભરેલી મારૂતિ ૮૦૦ કાર આર્મી કેમ્પમાં ઘુસાડીને ફુંકી મારી હતી. તેના એક વર્ષ બાદ સ્થાનિક ત્રાસવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીર વિધાનસભાના સંકુલની બહાર કરવામાં આવેલા એક કાર બોમ્બ વિસ્ફોટમાં ૩૮ લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદી સંગઠનો દ્વારા સ્થાનિક કાશ્મીરી યુવાનોની ભરતી વધારે તેજ બનાવી દીધી છે. જે યુવાનો બન્દુક હાથમાં લેવા માટે તૈયાર નથી તે યુવાનોના હાથમાં પથ્થર આપી દીધા છે.
ખાસ કરીને આ પ્રકારની પ્રવૃતિના કારણે સુરક્ષા દળોની સામે અનેક નવા પડકારો ઉભા થયા છે. જાણકારી એવી પણ મળી રહી છે કે ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં ૧૯૧ સ્થાનિક યુવાનો દ્વારા જુદા જુદા ત્રાસવાદી સંગઠનોને જાઇન કરવા અંગેના અહેવાલ આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં આ યુવાનોની સંખ્યા ૧૨૬ નોંધવામાં આવી હતી. મોટા ભાગના યુવાનો હિઝબુલ મુજહીદ્દીન સાથે જાડાયા હતા. તોયબા સાથે પણ મોટી સંખ્યામાં યુવાનો જાડાયા હતા. આ ટ્રેડ પર નજર રાખનાર જાણકાર લોકો કહે છે કે આ ઘારણા ખતમ થઇ ગઇ છે કે ગરીબ અને ઓછા ભણેલા યુવાનો જ ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઇ રહ્યા છે. હવે તો સારા પરિવારના ભણેલા યુવાનો પણ ત્રાસવાદી સંગઠનમાં સામેલ થઇ રહ્યા છે. એન્જિનિયરો અને મેનેજમેન્ટમાં અભ્યાસ કરનાર યુવાનો પણ ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થઇ રહ્યા છે. સૈન્ય બળો પર પથ્થરમારો કરનારામાં યુવતિઓ પણ સામેલ છે. સોશિયલ મિડિયામાં કટ્ટરપંથી વિચારધારાને ફેલાવવા માટેના કામ કરવામાં આવી રહ્યા છે. જેના સકંજામાં યુવાનો પણ આવી રહ્યા છે.
જા કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા વિચાર તેમને પ્રભાવિત કેમ કરે છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર Âસ્થત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.કાશ્મીરી યુવાનોને સુરક્ષા દળો વારંવાર સાવધાન કરતા રહે છે. તેમની પ્રત્યે દયા ભાવના પણ રાખે છે. તેમને કોઇ નુકસાન ન થાય તેની ખાતરી પણ કરે છે. પરંતુ હુમલા બાદ સામાન્ય દેશના લોકો નક્કર પણે માને છે કે ત્રાસવાદીઓ સામે જંગમાં અડચણરૂપ બનનાર દરેક વ્યÂક્ત એક રીતે દેશના દુશ્મન કરતા મોટા દુશ્મન છે. આ પ્રકારના લોકો નિર્દોષ લોકો સામે ખતરારૂપ બની શકે છે. આત્મઘાતી હુમલાખોર ડાર પોતે પહેલા અનેક વખત સુરક્ષા દળોના હાથમાં ઝડપાયો હતો. જા કે છુટી ગયો હતો. આ પથ્થરબાજ આગળ ચાલીને કેટલો વિનાશક સાબિત થયો હતો તે સીઆરપીએફ કાફલા પર હુમલાથી સાબિત થાય છે.