ગ્રાફિક ઈન્ડિયા અને શરદ દેવરાજન દ્વારા નિર્મિત, શરદ કેળકરના અવાજ સાથે ધ લીજેન્ડ ઓફ હનુમાનની નવી સીઝન વધુ રોચક જંગ અને પવિત્ર અવસરો સાથે પુનરાગમન કરી રહી છે. તે 11મી એપ્રિલથી શરૂઆત કરતાં જિયોહોટસ્ટાર પર ખાસ સ્ટ્રીમ થશે
મુંબઈ : ધ લીજેન્ડ ઓફ હનુમાન સીઝન 6 માટે બહુપ્રતિક્ષિત ટ્રેલર હવે લાઈવ થયું છે! આ હનુમાન જયંતી પર સિરીઝ પુનરાગમન કરી રહી છે, જેમાં રામાયણના સૌથી પ્રતીકાત્મક અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ કિસ્સો લક્ષ્મણને બચાવવા માટે સમય સામે હનુમાનની રેસને જીવંત બનાવે છે. ભક્તિ અને ભાગ્યથી પ્રેરિત હનુમાન બહુ મોડું થઈ જાય તે પૂર્વે ચમત્કારી સંજીવની બુટ્ટી શોધવા માટે વિશાળ જમીનો અને નિરંતર મહાસાગર પાર કરીને વધુ એક મોટા પડકારજનક માર્ગ પર નીકળી પડે છે. મંત્રમુગ્ધ કરનારું એનિમેશન, દિલધડક એકશન અને ભાવનાત્મક ઊંડાણ સાથે સીઝન 6 અગાઉ ક્યારેય નહીં તે રીતે દર્શકોને મંત્રમુગ્ધ કરવા વચનબદ્ધ છે.
રાવણ માટે જેણે અવાજ આપ્યો છે તે શરદ કેળકર રોમાંચિત થઈને કહે છે, “સીઝન-6નું ટ્રેલર હું જ્યારે પણ જોઉં છું ત્યારે રોમાંચિત થાઉં છું. તે વિઝ્યુઅલ દ્રષ્ટિએ વધુ ભવ્ય, ભાવનાત્મક રીતે સમૃદ્ધ અને વધુ સઘન વાર્તાનું વચન આપે છે. આ સીઝન ખરા અર્થમાં આપણા મહાન ઈતિહાસમાંથી એક જીવંત અધ્યેય જેવું છે, જે તેની બારીકાઈને જીવંત લાવીને તમને સીધા જ તે યુગમાં લઈ જાય છે. ભગવાન હનુમાન લક્ષ્મણ માટે સંજીવની બુટ્ટી લાવ્યા તેનાથી ઘણા બધા લોકો પરિચિત છે ત્યારે આ સીઝન તે અવસરની પાર ઊંડાણમાં લઈ જાય છે, જેથી દર્શકોને પોતાને જીવતા હોય તે રીતે દરેક હૃદયના ધબકાર અનુભવવા મળશે. મંચ તરીકે જિયોહોટસ્ટાર સાથે આ પૌરાણિક વાર્તા પ્રદેશો અને પેઢીઓમાં લાખ્ખો દર્શકો સુધી પહોંચશે. ધ લીજેન્ડ ઓફ હનુમાનની આ જ ખૂબી છે, જે પૌરાણિક સિરીઝ હોવા સાથે દરેક વયજૂથને સ્પર્શે તે રીતે ઈતિહાસના સુવર્ણ યુગમાં લઈ જાય છે. તમે એકશન, વાર્તાકથન જોતા હોય કે તે આપે એ મૂલ્યો જોતાં હોય આ શો એપિસોડ પૂરો થયા પછી પણ લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.’’
તો હનુમાનની અતૂટ ભક્તિ અને દંતકથા સમાન શક્તિ જોવા માટે તૈયાર થઈ જાઓ! ધ લીજેન્ડ ઓફ હનુમાન સીઝન 6 માટે ટ્રેલર ચૂકશો નહીં, આ હનુમાન જયંતી પર સ્ટ્રીમ થશે, ફક્ત જિયોહોટસ્ટાર પર!