આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોની ફાઇવ સ્ટાર લક્ઝરી હોટેલ, ધ લીલા ગાંધીનગરે એક રોમાંચક “ડ્રાઇવ એન્ડ ડાઇન: વુમન ઓફ પાવર” નું આયોજન કર્યું હતું.
BMW ગેલોપ્સ ઓટોહાઉસ અને મિની ગેલોપ્સ ઓટોહાઉસના સહયોગથી આયોજિત આ ડ્રાઇવમાં 30 થી વધુ મહિલા કાર ડ્રાઇવર્સ BMW અને મિની કૂપર કારના કાફલામાં હોટેલ આવી હતી. મહેમાનોનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સાથે લીલાના બેકરી હેડ – શેફ ફરહાન દ્વારા બેકરી માસ્ટરક્લાસનો અનુભવ મહિલાઓને કરવામાં આવ્યો હતો, મહેમાનોએ લાઇવ મનોરંજનનો આનંદ માણ્યો હતો અને સુંદર માટીકામ નિહાળ્યું હતું.
મહિલાઓએ સાઇટ્રસ જંકશન ખાતે વૈભવી બ્રંચનો આનંદ પણ માણ્યો હતો.
મહેમાનોને સંબોધતા, ધ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહિલાઓની શક્તિ અને નિશ્ચયને બિરદાવવાનો અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો અવસર છે. મહેમાનોને ઉમદા ભેટસોગાદ આપીને કાર્યક્રમનું સમાપન થયું હતું.