ગાંધીનગર : રજાની મજાને એક નવા જ સ્તર પર લઇ જતા ધ લીલા ગાંધીનગરે પરંપરાગત ‘કેક મિક્સિંગ સેરેમની’ સાથે નાતાલની ઉજવણી શરૂ કરી, ઈનફ્લુએન્સર અને ખાસ મહેમાન આ વર્ષે ફેસ્ટિલવમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સેરેમની પૂલસાઇડ યોજાઇ હતી, જ્યાં એક્ઝિક્યુટિવ શેફ કપિલ દુબેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મહેમાનોએ કેક મિક્સિંગ સેરેમનીમાં ટીમ સાથે કાજુ, અખરોટ, ચેરી, ખજૂર, પ્રુન્સ, અંજીર, તજ અને કિસમિસ સહિતની સામગ્રીનું મિશ્રણ કર્યું હતું, અને આગામી ક્રિસમન સીઝન માટે સ્ટેજ સ્ટે કર્યું હતું.
દરેક વ્યક્તિએ સેરેમનીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ ઇવેન્ટમાં ઊર્જા અને ઉલ્લાસ ઉમેર્યો હતો અને રજાનો આનંદ સાથીદારો સાથે શેર કર્યો હતો. સંમેલનમાં માત્ર ઉજવણી જ ન હતી, પરંતુ નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે વિવિધ કેક અને ગિફ્ટિંગના પણ અનેક વિકલ્પો હતા. ઇવેન્ટની શરૂઆત એક બ્રંચ સાથે થઇ હતી અને ભેટ સ્વરૂપે હેમ્પર આપવામાં આવ્યા હતા. જ્યારે શાનદાર ક્રિસમસ ડિનર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું, એક યાદગાર ઉજવણી થઇ હતી.
ધ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “કેક-મિક્સિંગ સેરેમની એકસાથે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવાના ઉત્સવની ભાવનાનું પ્રતીક છે. અદ્ભુત લોકો સાથે સેરેમનીનું આયોજન કરવું તે અમારા માટે ગર્વની વાત છે, જેઓ આ પ્રસંગમાં અનેરો આનંદ લાવ્યા હતા. અમે નાતાલની ઉજવણીમાં દરેકને આવકારવા આતુર છીએ.”