ધ લીલા ગાંધીનગરે વિસામો કિડ્સના બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરી

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ અને ગાંધીનગરમાં વૈભવી હોસ્પિટાલિટીનું પ્રતિક એવા ધ લીલા ગાંધીનગરે વિસામો કિડ્સ ફાઉન્ડેશન, અમદાવાદના 100 થી વધુ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી સાથે એક નવી પહેલ કરી હતી, અને વંચિત બાળકો માટે નવુ વર્ષ ખાસ બનાવ્યું હતું. બાળકોએ ફાઇવ સ્ટાર પ્રોપર્ટીની ભવ્યતા જોઇ, હાઇ-ટી સાથે ફન ગેમ્સ અને હોટલ ટૂરનો આનંદ માંણ્યો હતો, આ અદ્ભુત અનુભવથી તેઓ રોમાંચિત થઈ ગયા હતા. ધ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “બાળકોના ચહેરા પર સ્મિત જોવું ખરેખર એક અદ્ભુત અનુભૂતિ હતી, જેમાંથી ઘણાએ તો પ્રથમ વખત ફાઇવ-સ્ટાર હોટલમાં પગ મૂક્યો હતો. આવી ક્ષણ આતિથ્યના સાચા સારને ખાસ રીતે યાદ અપાવે છે.”

Share This Article