ઉત્તરપ્રદેશની કોંગ્રેસ સમિટીની ઓફિસમાં ગુરુવારે પ્રદેશ કોંગ્રેસના સભ્યોની લેખિત પરિક્ષા હતી. જેમાં નકલ કરવાનો મામલો સામે આવ્યો છે. પરિક્ષામાં સવાલ જોઇને નેતાઓના હોશ ઉડી ગયા હતા, કારણકે આવી કોઇ પરિક્ષા વિષે અગાઉથી તેમને કોઇ જાણ કરવામાં નહોતી આવી. નેતાઓ માટે રાખેલી આ પરિક્ષા આમ તો ગુપ્ત હતી પરંતુ અફવા તેવી પણ હતી કે પેપર લીક કરવામાં આવ્યુ હતુ.
જ્યારે પેપર લીક થયુ તે પછી ઉતાવળમાં ગૂગલ પરથી જવાબ શોધીને ફાઇલ ડાઉનલોડ કરી લીધી હતી. પરંતુ જ્યારે ખબર પડી કે પરિક્ષા લેખિત છે ત્યારે કોંગ્રેસી નેતાઓના પસીના છૂટી ગયા હતા. પ્રવક્તા બનવા માટેની આ પરિક્ષામાં દરેકને કહેવામાં આવ્યુ હતુ કે જેને પ્રવક્તા બનવુ હોય તે લેખિત પરિક્ષા આપે.
કોંગ્રેસને કેટલી સીટ મળી છે તે સવાલનો જવાબ આપવામાં પણ તેમની પાર્ટીના નેતાઓના પરસેવા છૂટી ગયા હતા. 2004 અને 2009માં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી તેનો જવાબ પણ નેતાઓને નહોતો આવડ્યો. સામાન્ય સવાલોના જવાબ માટે પણ તેમને ગૂગલનો સહારો લેવો પડ્યો હતો. સવાલ તો એ પણ ઉભો થાય છે કે જે નેતાઓને તેમની પાર્ટી વિષે જ ખ્યાલ નથી તેઓ સત્તા પર આવશે તો શું થશે.