લેબોરેટરી, એનાલિટીકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરનું સૌથી મોટું એક્ઝિબિશન ‘’એશિયા લેબેક્સ -૨૦૨૪’ ૩ થી ૫ જુલાઈએ ગાંધીનગરમાં ….

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લેબોરેટરી, એનાલિટીકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું અને સમર્પિત એક્ઝિબિશન ’એશિયા લેબેક્સ -૨૦૨૪ એ ૩ થી ૫ જુલાઈ સુધી ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે શરૂ થશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગેસ્ટ ઓફ ઓનર દ્વારા કરવામાં આવશે. જેમાં એફડીસીએ ગુજરાતના કમિશનર ડૉ. એચ.જી કોશિયા, ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ ડૉ મુકુલ જૈન, આઈડીએમએ ઇન્ડિયના પ્રેસિડેન્ટ ડૉ. વિરાંચી શાહ, ઈન્ડિયા ફાર્માસ્યુટિકલ એલાયન્સના સિનિયર ટેકનિકલ એડવાઈઝર શિરીષ જી બેલાપુરે, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ જિતેન્દ્ર કુમાર જૈન , કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ, અને સીઆરઓ ડૉ. અરણી ચેટર્જી , બેંગ્લોરના રેસિપહામના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.. રમેશ જગદીસન તેમજ કાશિવ બાયોસાયન્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓમ નારાયણ ઉપસ્થિત રહેશે.

Labex

આ મેગા શો વિશે માહિતી આપતા એશિયા લેબેક્સના ડિરેક્ટર શ્રી જસપાલ સિંઘ કહ્યું કે, “લેબોટીકાની થીમ ‘એન્ગેજ, એનલાઈટન અને એમ્પાવર’ છે. લેબોટિકા સમિટમાં રેગ્યુલેટરી, ક્વોલિટી કલ્ચર, પ્રીક્લિનિકલ અને ક્લિનિકલ રિસર્ચ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સંશોધન, બાયોસિમિલર્સ અને પેપ્ટાઇડ એનાલિસિસ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન CRO’ માં નવા પડકારો નું પ્રદર્શન કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રેગ્યુલેટર ઓર્ગેનાઇઝેશન(નિયમનકારી સંસ્થાઓ) પોતાની સૌથી અદ્યતન સંશોધન સિદ્ધિઓ રજૂ કરશે અને ગુણવત્તા નિયંત્રણ અને આર અને ડી લેબોરેટરીઝના નવીનતમ વલણો અને નવીનતાઓ પર વિશેષ ભાર મૂકીને સંબંધિત ક્ષેત્રના વિવિધ પાસાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરશે.
આ શોમાં ફોકસ એરિયા અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્યરૂપથી એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટસન, ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી, બાયોટેકનોલોજી, લેબોરેટરી ટેક્નોલોજી, લાઈફ સાયન્સ, લેબોરેટરી કોન્ઝ્યુમેબલ અને કેમેકિલ, લેબોરેટરી ફર્નિચર, મોલેક્યુલર અને ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ, નેનોટેકનોલોજી, ટેસ્ટિંગ અને મેઝરિંગ, એજ્યુકેશન લેબ ઇન્સ્ટ્રુમેન્ટસનનો સમાવેશ થાય છે.

આ લેબોટિકા સમિટ એ ઇન્સ્પાયરીંગ સ્પીકર અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટને સાંભળવા અને મળવા તેમજ ઈન્ટ્રેક્ટ કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, સીઆરઓ , કેમિકલ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચરમાં ગુજરાત ભારતમાં અગ્રેસર છે. એટલું જ નહીં, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય હિસ્સાના 35 % – 44% વચ્ચેનો હિસ્સો ધરાવે છે. અમદાવાદ, બરોડા, સુરત, દહેજ, રાજકોટ, મહેસાણા, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ ગુજરાતના આ ખૂબ જ સમૃદ્ધ રાજ્યમાં એવા કેટલાક રત્નો છે, જે અલગ દેખાય છે અને તકની આભા બનાવે છે. તેમણે કહ્યું કે, ” આ તમામની સાથે સાથે પડોશી રાજ્યોને સામેલ કરનાર આ એક્ઝિબિશનની પહોંચ નિશ્ચિત રૂપથી વધુ હશે અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવશે”. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગેસ્ટ ઓફ ઓનર દ્વારા કરવામાં આવશે. જેમાં એફડીસીએ ગુજરાતના કમિશનર ડૉ. એચ.જી કોશિયા, ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ ડૉ મુકુલ જૈન, આઈડીએમએ ઇન્ડિયના પ્રેસિડેન્ટ ડૉ. વિરાંચી શાહ, ઈન્ડિયા ફાર્માસ્યુટિકલ એલાયન્સના સિનિયર ટેકનિકલ એડવાઈઝર શ્રી શિરીષ જી બેલાપુરે, એમનીલ ફાર્માસ્યુટિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિતેન્દ્ર કુમાર જૈન , કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ, અને સીઆરઓ ડૉ. અરણી ચેટર્જી , બેંગ્લોરના રેસિપહામના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.રમેશ જગદીસન તેમજ કાશિવ બાયોસાયન્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઓમ નારાયણ ઉપસ્થિત રહેશે.

Share This Article