ધ કાશ્મીર ફાઈલ્સ બોક્સઓફિસ પર જ નહીં ઓટીટી પર છવાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જાેશી અને મિથુન ચક્રવર્તીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત છે. આ ફિલ્મ ૧૩ મેથી ઝી૫ પર સ્ટ્રીમ થઈ રહી છે. એક અઠવાડિયામાં, ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર ૯ મિલિયન (૯૦ લાખ) થી વધુ વ્યૂઝ મળ્યા છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ઓપનિંગ વીકએન્ડમાં સૌથી વધુ વ્યૂઝ (૬ મિલિયન) અને સ્ટ્રીમિંગ મિનિટ્‌સ (૨૨૦ મિલિયન) મળ્યા છે. તેને પ્રથમ સપ્તાહમાં ૯ મિલિયન વ્યૂઝ અને ૩૦૦ મિલિયન સ્ટ્રીમિંગ મિનિટ મળી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ ઝી૫ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મની રિલીઝ સાથે, ઝી૫ ‘ભારતીય સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશન’ સાથેની ફિલ્મ રિલીઝ કરનાર પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ બની ગયું છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક વાતચીત દરમિયાન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા વિશે કહ્યું, ‘થિયેટ્રિકલથી લઈને કાશ્મીર તે આગળ કહે છે, ‘આ મારી અત્યાર સુધીની સૌથી સંતોષકારક ફિલ્મ છે. હું દર્શકોનો આભારી છું કે તેઓએ તેને અપનાવ્યું અને તેને પ્રેમ કર્યો.’ આ ફિલ્મની સફળતામાં અનુપમ ખેરે મહત્વની ભૂમિકા ભજવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેણે તેના વિશે કહ્યું, ‘ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર એક ફિલ્મ નથી, તે એક આંદોલન છે.

મને એ જાણીને આનંદ થયો કે આ ફિલ્મ ડિજિટલ ડેબ્યૂના તમામ રેકોર્ડ તોડી રહી છે. અનુપમ ખેર આગળ કહે છે, ‘ઝી૫ પર તેની જીતનો સિલસિલો ચાલુ છે. હું આવતા અઠવાડિયાની રાહ જાેઉં છું. સાથે જ, મને ખાતરી છે કે આ ફિલ્મે ઘણી લાંબી મજલ કાપવાની છે. બીજા ઘણા દિલ જીતવાના છે.

Share This Article