પેશાવર : કરાંચી પોલીસની સાહસી મહિલા ઓફિસરે ચીની કોન્સ્યુલેટ સ્ટાફ સુધી પહોંચવાથી ત્રાસવાદીઓને રોકવામાં સફળતા મેળવી હતી. આ મહિલા પોલીસ ઓફિસરના લીધે ચીની સ્ટાફના જીવ બચી ગયા હતા. આજે આ મહિલાએ ઘણા કર્મચારીઓને બચાવી લીધા હતા. પાકિસ્તાની શહેર કરાંચીમાં જ્યારે મિશન ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે આ મહિલાએ જારદાર સાહસનો પરિચ આપ્યો હતો. ખૂબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે આ મહિલા પોલીસ ઓફિસરને ખાનગી સ્કુલમાં પ્રવેશ લેવા માટે તેના ગામમાં સગા સંબંધીઓએ પડતી મુકી દીધી હતી.
જાકે હવે મોટી થઈને તે જારદાર અને શક્તિશાળી ઓફિસર તરીકે ઉભરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છેકે સુહાઈ અઝીઝ તાલપુરે સુરક્ષા ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. આતંકવાદીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને અન્ય ખતરનાક હથિયારો હતા. મહિલા પોલીસ ઓફિસરે આ આતંકવાદીઓ રાજદ્વારી કર્મચારીઓ સુધી ન પહોંચે તેવા પ્રયાસ કર્યા હતા. આતંકવાદીઓ મોટી માત્રામાં પોતાની સાથે ખાવા પીવાની ચીજવસ્તુઓ લઈને આવ્યા હતા અને આ આતંકવાદીઓ ચીની દુતાવાસના કર્મચારીઓને બાનમાં પકડી લેવાની યોજના ધરાવતા હતા પરંતુ આ કુખ્યાત ત્રાસવાદીઓ કોન્સ્યુલેટના ગેટ ઉપર પહોંચ્યા ત્યારે પોલીસ ટીમે મોરચા સંભાળી લીધા હતા અને ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. તમામ હુમલાખોરો પણ માર્યા ગયા હતા. વર્ષ ૨૦૧૩માં સેન્ટ્રલ સુપેરીયર સર્વિસ એક્ઝામ પાસ કર્યા બાદ આ મહિલા પોલીસ ઓફિસર પોલીસ ફોર્સમાં સામેલ થયા હતા. સિંધ પ્રાંતના તંદુ મોહંમદ ખાન જિલ્લામાં ભાઈખાન તાલપુર ગામની મિડલ ક્લાસ પરિવારની મહિલા તરીકે રહેલી સુહાઈએ જારદાર શક્તિનો પરિચય આપ્યો હતો. તેનું કહેવું છે કે જ્યારે તેના માતા-પિતાએ સ્કુલમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે મોટાભાગના સગા સંબંધીઓએ વાંધો ઉઠાવ્યો હતો. જેથી તેના પરિવારના સભ્યોએ ગામ છડી દઈને નજીકના ગામમાં આવી ગયા હતા. તેના પિતા અઝીઝ હંમેશા પોતાની પુત્રીને લઈને મોટા સપના ધરાવતા હતા. સુહાઈ નામની આ મહિલા ઓફિસરે તંદુર મોહંમદ ખાનના ખાનગી સ્કુલમાં એજ્યુકેશન મેળવ્યું હતું.