આઇપીએલને દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ તરીકે ગણવામાં આવે છે. આનાથી કરોડો ચાહકો સીધી રીતે જોડાયેલા છે. તમામ ક્રિકેટ ચાહકો આઇપીએલની રોમાંચક મેચોની મજા સતત માણતા રહે છે. દુનિયાના તમામ ખેલાડીઓ આ આઇપીએલમાં રમે છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ જ આ વખતે પણ સામાન્ય ચૂંટણી આઇપીએલના સમયમાં જ થઇ રહી છે. સામાન્ય ચૂંટણી હોવા છતાં આઇપીએલ પર તેની કોઇ અસર જોવા મળી નથી. પરંતુ ૩૦મી મેના દિવસથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર વર્લ્ડ કપના કારણે તેની માઠી અસર હવે જોવા મળી રહી છે. તેની ચમક આ વખતે ફિક્કી પડી રહી છે. તમામ વિદેશી ખેલાડીઓ હવે વર્લ્ડ કપના કારણે સ્વદેશ પરત ફર્યા છે. ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા તમામ ટીમો પોત પોતાની તૈયારીમાં લાગી ગઇ છે.
આવી સ્થિતીમાં હવે મેચો આઇપીએલની નિરશ બની શકે છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણી દરમિયાન આઇપીએલની મેચોને દેશની બહાર ખસેડી દેવાની ફરજ પડી હતી. વર્ષ ૨૦૦૯માં આઇપીએલનુ આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવાની ફરજ પડી હતી. જ્યારે વર્ષ ૨૦૧૪માં પહેલા ૨૦ મેચ સંયુક્ત અરબ અમિરાત ખાતે રમાઇ હતી. આ વખતે આઇપીએલના આયોજક ચૂંટણીથી પ્રભાવિત થતા બચી ગયા છે. પરંતુ વિશ્વ કપનુ આયોજન હવે થવા જઇ રહ્યુ છે જેના કારણે તેની ચમક ઓછી થઇ ગઇ છે. રોમાંચકતા ઘટી રહી છે. આઇપીએલની મેચો દરમિયાન વિશ્વ કપનુ આયોજન થવાની બાબત ત્રીજી વખત બની રહી છે. પરંતુ સૌભાગ્ય રીતે ૨૦૧૪ અને ૨૦૧૦માં વર્લ્ડ કપની અસર એટલા માટે થઇ ન હતી કે બંને વખત તેનુ આયોજન આઇપીએલ પહેલા કરવામાં આવ્યુ હતુ. જેથી તમામ વિદેશી ખેલાડીઓ તમામ ઉત્સાહ અને તાકાત સાથે રમી શક્યા હતા. આગામી મહિનામાં વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. વિશ્વ કપ પહેલા જુદી જુદી ટીમો તૈયારી કરવા માટે કેમ્પનુ આયોજન કરી રહી છે. જેથી આ તમામ ટીમોએ પોતાના આઇપીએલની મેચોને ખતમ કરીને પહેલાથી જ પરત ફરવા માટે સુચના આપી છે. આવી સ્થિતીમાં જે ટીમો વિદેશી સ્ટાર પર આધારિત છે તેમને ફટકો પડી શકે છે. વિદેશી ખેલાડીઓ પરત જતા રહેવાની સ્થિતીમાં સૌથી મોટો ફટકો આ વખતે સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સને પડ્યો છે. સનરાઇઝ હાલમાં પ્લે ઓફમાં સ્થાન મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે.
વિદેશી ખેલાડી જતા રહેવાથી તેના પર સંકટ વધી જશે. રાજસ્થાન રોયલ્સ તો થોડીક પાછળ રહી ગઇ છ. તેનુ કારણ પણ તેના ધરખમ ખેલાડી જોશ બટલર સ્વદેશ પરત ફરવા માટેનુ છે. બટલર તો પોતાની પત્નિના ડિલિવરી માટે સ્વદેશ પરત ફર્યો હતો. હવે વિશ્વ કપના કારણે તે ભારત પરત નહીં ફરે તેવી શક્યતા છે. જતા પહેલા રમાયેલી આઠ મેચોમાં જોશ બટલરે ત્રણ અડધી સદી સાથે ૩૧૧ રન કર્યા હતા. જો તમામ મેચો રમ્યો હોત તો રાજસ્થાનની સ્થિતી હાલ કરતા વધારે સારી રહી હોત. વર્લ્ડ કપ માટે વિદેશી ખેલાડીઓની પરત જવાની શરૂઆત સનરાઇઝ હૈદરાબાદના જાની બેયરશો સાથે થઇ ગઇ છે. આ ટીમના સાથી ખેલાડી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ હવે પરત ફરનાર છે. બેયરશો છેલ્લી મેચ રમી ચુક્યો છે. ડોવિડ વોર્નર હાલમાં બે ત્રણ મેચ રમી શકે છે. ઓસ્ટ્રેલિયા તૈયારી કેમ્પ બીજી મેથી બ્રિસ્બેનમાં શરૂ થનાર છે. વોર્નરની સાથે ઓસ્ટ્રેલિયાના મુંબઇ ઇન્ડિયન્સના જેસન બેહરનડોર્ફ, રાજસ્થાન રોયલ્સના સ્ટીવ સ્મિથ અને આરસીબીના માર્ક્સ સ્ટેનોઇસ પણ ઓસ્ટ્રેલિયા પરત ફરનાર છે.
સનરાઇઝે હજુ સુધી ૧૦ મેચોમાં ૧૦ પોઇન્ટ મેળવી લીધા છે. તેના બંને ઓપનરો ડેવિડ વોર્નર અને બેયરશોની ટીમની સફળતામાં ચાવીરૂપ ભૂમિકા રહી છે. ડેવિડ વોર્નર તો ધરખમ ખેલાડી તરીકે ઉભરીને આવ્યો છે. તે ૧૦ મેચોમાં એક સદી અને સાત અડદી સદી સાથે ૫૭૪ રન કરી ચુક્યો છે. હાલમાં તે આઇપીએલમાં સૌથી વધારે રન કરનાર ખેલાડી છે. બેયરશોએ એક સદી અને બે અડધી સદી સાથે ૪૪૫ રન કર્યા છે. સનરાઇઝ માટે આગામી તબક્કો હવે ફરી એકવાર મુશ્કેલરૂપ બની શકે છે. સૌથી વધારે ૨૩ વિકેટ લેનાર રબાડા જતા રહેતા દિલ્હીને પણ ફટકો પડી શકે છે. ચેન્નાઇ સુપરમાંથી ડુ પ્લેસીસ અને ઇમરાન તાહીર જવાથી ફટકો પડી શકે છે. ડિકોક જવાથી મુંબઇને પણ ફટકો પડશે. વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલ, કાર્લોસ બ્રેથવેટ, નિકોલસ પુરન, શમરોન હિટમાયર છેલ્લે સુધી રમશે