ઉરી અને પુલવામા ખાતે ત્રાસવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા બે વખત પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પાકિસ્તાન પર હજુ સુધી કોઇ અસર થઇ નથી. ઉરીમાં હુમલા બાદ પાકિસ્તાને સૌથી પહેલા પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પુલવામાં ત્રાસવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો ત્યારે ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના ત્રાસવાદી કેમ્પો પર ભીષણ હવાઇ હુમલા કર્યા હતા. આવી કઠોર કાર્યવાહી બે વખત કરવામાં આવી હોવા છતાં પાકિસ્તાનમાં આ હુમલા માટે જવાબદાર રહેલા તમામ આકા સામે પાકિસ્તાનમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
તમામ ત્રાસવાદી આકા બેખૌફ ફરી રહ્યા છે. ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન સરકાર ભારત સાથે સારા સંબંધ સ્થાપિત કરવાની બાબત વારંવાર રજૂ કરે છે પરંતુ આ બાબત એ વખત સુધી કોઇ ફાયદો કરાવશે નહીં જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારતના અપરાધીઓ અને ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેશે નહીં. ઇમરાન ખાનને પહેલા વિશ્વાસ નિર્માણના પગલા લઇને વિશ્વાસ અપાવવો પડશે. પાકિસ્તાન સરકાર ત્રાસવાદ સામે કાર્યવાહી કરવાથી ખચકાટ અનુભવ કરી રહી છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત અને અમેરિકા સહિતાના દેશો દ્વારા જોરદાર દબાણ લાવવામાં આવી રહ્યુ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આંતરરાષ્ટ્રીય દબાણની પણ અવગણના કરવામાં આવી છે.
આના માટે કેટલાક કારણો છે. જે પૈકી એક કારણ એ છે કે પાકિસ્તાની સરકારને ભય છે કે જા કુખ્યાત ત્રાસવાદી હાફિઝ સઇદ અને અન્યો સામે પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે અને દેશમાં અશાંતિ ફેલાઇ જશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને પાકિસ્તાન સરકાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી રહી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હજુ સુધી કાર્યવાહી કરવાના કોઇ સંકેત આપ્યા નથી. હાફિઝ સઇદ અને તેના સંગઠનોની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની વાત કરી છે. જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતની સામે કાર્યવાહી કરવાની વાતને ફગાવી દીધી છે. પાકિસ્તાન સરકારને ભય છે કે હાફિઝ સામે કાર્યવાહી કરવાની સ્થિતીમાં તેમની સરકાર સામે ખતરો ઉભો થઇ શકે છે. તેમની સામે નારાજગી વ્યક્ત કરીને લોકો મેદાનમાં આવી શકે છે. પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઇ શકે છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે છે. મોટા ત્રાસવાદી પાકિસ્તાનમાં સંતાઇને રહે છે. અનેક વૈશ્વિક ત્રાસવાદીઓ પાકિસ્તાનને તેમના માટે સ્વર્ગસ્માન ગણે છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના કેન્દ્ર તરીકે છે તે વાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી છે. છતાં વૈશ્વિક સમુદાય દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. લશ્કરે તોયબાના લીડર ફાફિઝ સઇદને વર્ષ ૨૦૧૪માં અમેરિકા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરી ચુક્યુ છે.
તેના પર વર્ષ ૨૦૧૨માં એક કરોડ ડોલરનુ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.ત્રાસવાદીઓના ભયથી પાકિસ્તાન સરકાર પોતે ભયભીત છે અને કાર્યવાહી કરવા માટેની હિમ્મત પાકિસ્તાન સરકારમાં નથી. ભારતના પુરાવાને પાકિસ્તાન સરકાર ભયના કારણે પુરાવા તરીકે ગણતી નથી. ત્રાસવાદીઓ પર પાકિસ્તાન સરકારનુ કોઇ નિયંત્રણ નથી. પાકિસ્તાન ભારતને સલાહ આપે છે કે જો તેની પાસે કોઇ નક્કર પુરાવા છે તો તે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર સારી રીતે જાણે છે કે જો ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે. ત્રાસવાદીઓને યોગ્ય જવાબ આપવા માટેનો સમય આવી ગયો છે. હાફિઝ પાકિસ્તાન માટે મોટા પડકાર તરીકે છે. તેની સામે પાકિસ્તાન કાર્યવાહી કરી શકતુ નથી.પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. સર્જિકલ સ્ટ્રાઇક, હવાઇ હુમલા બાદ દબાણ વધારવાની જરૂર છે.