સૂરત : ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટીમે બ્યૂરો પાસેથી અધિકૃત લાયસન્સ વગર કંપનીના પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના ઉત્પાદન, પેકિંગ અને આઈએસઆઈ માર્કા લગાવવામાં સંકળાયેલા હોવાની માહિતીના આધારે 19-04-2018ના રોજ કેબલ નિર્માતા મેસર્સ શ્રી સાંઈ કેબલ કોર્પોરેશન ઈન્ડસ્ટ્રીઝ, 14-એ, પ્લાન્ટ નં. 33 નંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ઉધના મગદલ્લા રોડ સૂરતના પરિસરમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં આઈએસઆઈના દૂરૂપયોગ કરેલી આશરે 300 બંડલ વાયર તથા 26 માર્કીંગવાળી ડાઈ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 1986ની કલમ 11(1), 12(ખ)ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 1 વર્ષની સજા અથવા 50,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.
લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. ને જાણ કરી શકે છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.