લંડન સ્થિત ભારતીય હાઇ કમિશ્નએ તે દાવાઓને નકારી કાઢ્યા છે કે તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વીઝા નિયમોને બદલી દીધા છે. ભારતીય હાઇ કમિશને કહ્યું કે ભારત આવનાર બ્રિટીશ યાત્રીઓને હંમેશા વીએફએસ કેન્દ્ર વ્યક્તિગત રૂપથી અરજી કરવાની આવશ્યકતા હોય છે.
વ્યક્તિગત વીઝા અરજીઓ માટે પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે બ્રિટનના લોકોને ભારત માટે પર્યટન વીઝા પ્રાપ્ત કરવામાં પરેશાનીઓનો સામનો કરવાની વાત સામે આવી હતી. બ્રિટીશ યાત્રીઓને સમય પર વીઝા પ્રક્રિયા પુરી ન થવાની ફરિયાદ કરી છે. તેના પર ભારતીય હાઇ કમિશને કહ્યું કે અમારા સંજ્ઞાનમાં આવ્યું છે કે અનધિકૃત એજન્ટ અવૈધ રૂપથી ચાર્જ લઇ રહ્યા છે અને વીએફએસ કેન્દ્રો પર જમા કરાવવા માટે વીઝા અરજીઓને એકઠી કરી રહ્યા છે. તે અરજદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તે સેવાઓને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
ભારતીય હાઇકમિશને આ વાત પર ભારત મુક્યો છે કે વીએફએસ ગ્લોબલ સર્વિસિઝ યૂકેમાં ભારત સંબંધિત પાસપોર્ટ/વીઝા સેવાઓ માટે એકમાત્ર અધિકૃત આઉટસોર્સિંગ સેવા પુરી પાડે છે. ભારતીય હાઇ કમિશને કહ્યું કે તે પોતાની સેવાઓમાં ઉણપને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જોકે બ્રિટીશ હોલિડેમેકર્સ, જેમણે ભારત માટે પોતાના વીઝા પ્રાપ્ત કરવા માટે એજન્ટોનો ઉપયોગ કર્યો છે, તે પોતાની રજાઓ રદ કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે એજન્ટોને ગત અઠવાડિયે નોટીસ મળી હતી કે તમામ અરજીઓને વીઝા અરજી જમા કરાવવા માટે વીએસએસ કેન્દ્રો પર વ્યક્તિગત રૂપથી આવવું પડશે. આ ઉપરાંત ઘણા બ્રિટીશ મુસાફરોને સમયસર વીઝા સ્લોટ ન મળવાની ફરિયાદ કરી હતી. ઘણા લોકોએ વીએફએસ કેન્દ્રોની યાત્રા કરવાથી બચવા માટે આ એજન્ટોને સેકડોં પાઉન્ડની ચૂકવણી કરી હતી અને હવે તેમની ફ્લાઇટના ઉડાન ભરતાં પહેલાં તેમને વીઝા સ્લોટ મળી શક્યો નથી. એઆઇટીઓ-ધ સ્પેશલિસ્ટ ટ્રાવેલ એસોશિએશનના એક પ્રવક્તાએ કહ્યું કે એઆઇટીઓ ઓપરેટરોનું લગભગ ૧૦ મિલિયન પાઉન્ડનું બુકિંગ થઇ ગયું છે, જે હવે ખતરામાં છે. ટ્રાવેલ ઉદ્યોગ લાંબા સમયથી વીઝા એજન્ટો પર વિશ્વાસ કરતો આવ્યો છે કારણ કે આ અરજદારોને યૂકેથી વીઝા કેન્દ્ર સુધી મુસાફરી કરવાથી બચાવે છે. વ્યક્તિગત રૂપથી વીઝા પ્રાપ્ત કરવાની રીત મુશ્કેલ છે.