કેનેડાના રિચમંડ હિલ સ્થિત એક હિન્દુ મંદિરમાં લગાવવામાં આવેલી મહાત્મા ગાંધીની એક મોટી પ્રતિમાની સાથે કેટલાક અસામાજિક તત્વોએ છેડછાડ કરી. આ ઘટના બાદ મંદિર કમિટી ઉપરાંત ભારતીય હાઈ કમિશન કેનેડામાં વિરોધ નોંધાવતા આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે તેની જાણકારી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ જઘન્ય અપરાધની તપાસ કરવામાં આવી રહી છે. યોર્ક વિસ્તાર પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવેન્યુના વિસ્તારમાં વિષ્ણુ મંદિર છે જેમાં મહાત્મા ગાંધીની પાંચ મીટર ઉંચી પ્રતિમા બનવવામાં આવી છે.
કોઈએ આ પ્રતિમાને વિકૃત કરી. બપોર લગભગ સાડા બાર વાગે સૂચના આપી પોલીસ અધિકારીઓને સ્થળ પર બનોલવામાં આવ્યા હતા. કાસ્ટ યોર્ક રીજનલ પોલીસના પ્રવક્તા એમી બોદ્રેઉએ જણાવ્યું કે કોઈએ પ્રતિમાના નીચે બનેલા બેઝ પર અપમાનજનક શબ્દ લખી તેની સાથે છેડછાડ કરી છે. આ વિરોધની પછાળ અત્યાર સુધી અસામાજિક તત્વોનો હાથ સામે આવ્યો છે. હાલ અમારી એક ટીમ આ સમગ્ર મામલે નજર રાખી રહી છે. પોલીસે કહ્યું કે, તે આ ‘નફરત પૂર્વગ્રહ પ્રેરિત ઘટના’ માને છે. યોર્ક ક્ષેત્રીય પોલીસ કોઈપણ રૂપમાં જધન્ય અપરાધને સ્વીકારશે નહીં. બૌદરેઉએ કહ્યું, જે લોકો નસ્લ રાષ્ટ્રીય અથવા જાતીય મૂળ, ભાષા, રંગ ધર્મ, ઉંમર, લિંગ, લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ અને આ પ્રકારના ગુના પર બીજાને પીડિત કરે છે, તેમના પર કાનૂન કડકમાં કડક કાર્યવાહી કરશે.
મંદિરના અધ્યક્ષ ડો. બુધેંદ્ર દૂબેએ કહ્યું કે મૂર્તિ તેના વર્તમાન સ્થાન, શાંતિ પાર્કમાં ૩૦ થી વધારે વર્ષોથી છે. તેમણે કહ્યું કે આ પહેલા ક્યારે પણ કોઈએ તેને ક્ષતિગ્રસ્ત કરી નથી. બુધવારે જ્યારે જાણવા મળ્યું કે કોઈએ પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ હરકતથી હું ઘણો નિરાશ છું. જો અમે તે રીતે જીવી શકીએ છીએ જેમ ગાંધીજીએ અમને જીવતા શીખવ્યું હતું, તો આપણે કોઈપણને કે કોઈપણ સમાજને નુકસાન પહોંચાડીશું નહીં. ટોરેન્ટોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ અને ઓટાવામાં ભારતીય હાઈ કમિશન બંનેએ ટિ્વટર પર નિવેદનમાં બર્બરતાની નિંદા કરી. બંનેએ કહ્યું કે તેમણે કેનેડાના અધિકારીઓ સાથે અપરાધ મામલે સંપર્ક કર્યો છે. ટોરેન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓનું કહેવું છે કે રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવતા અમે દુઃખી છીએ. આ ગુનાહિત, જઘન્ય કૃત્યથી કેનેડામાં ભારતીય સમાજની ભાવનાઓને બહુજ દુઃખ થયુ. અમે આ જધન્ય અપરાધની તપાસ માટે કેનેડાના અધિકારીઓના સંપર્કમાં છીએ.