એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે જનરલ પ્રોવિડંડ ફંડ (જીપીએફ) અને તેના જેવી અન્ય સ્કીમો ઉપર વ્યાજદરને વધારીને આઠ ટકા કરી દીધો છે. આનાથી અગાઉના ત્રિમાસિક જુલાઈ-સપ્ટેમ્બર જીપીએફ પર વ્યાજદર ૭.૬ ટકા હતો. ફિસ્ક્ડ ઇન્કમ માટે આવી યોજનાઓમાં રોકાણ કરનારને લાંબા સમયથી વ્યાજદરો વધવાને લઇને ઇંતજાર હતો. છેલ્લા બે ત્રિમાસિકગાળાથી વ્યાજદરો યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે આ પહેલા ૨૦૧૮ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો ઓછા કરવામાં આવ્યા હતા.
આર્થિક મામલાઓના વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન પહેલી ઓક્ટોબર ૨૦૧૮થી લઇને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી જનરલ પ્રોવિડંડ ફંડ અને તેના જેવી અન્ય ફંડ ધારકોને આઠ ટકાનું વ્યાજ મળશે. નવા વ્યાજદર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડંડ ફંડ ઉપર લાગૂ થશે. છેલ્લા મહિને સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે એનએસસી અને પીપીએફ સહિત નાની બચત ઉપર વ્યાજદરને ૦.૪ ટકા પોઇન્ટની સાથે વધારવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, નાણામંત્રાલય દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવેલા સરક્યુલર મુજબ અલગ અલગ નાની બચત યોજનાઓ માટે વ્યાજદરોને ૩૦થી ૪૦ બેઝિક પોઇન્ટ વધાર્યા હતા. નાણામંત્રાલય દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવેલા સરક્યુલર મુજબ જુદી જુદી બચત યોજનાઓ માટે વ્યાજદરમાં ૩૦થી ૪૦ બેઝિક પોઇન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
એક વર્ષ, બે વર્ષીય, ત્રણ વર્ષીય ટાઈમ ડિપોઝિટ ઉપર વ્યાજદરોમાં ૩૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના બેલેન્સ પર વ્યાજદરમાં કોઇ વધારો કરવામાં આવ્યો હતો. આ વ્યાજદરને પહેલાના ચાર ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. કિસાન વિકાસ પત્ર પર હવે ૭.૭ ટકાના દરે વ્યાજ મળશે. હવે તે ૧૧૨ સપ્તાહમાં પરિપક્વ થશે. સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ માટે સુધારેલા વ્યાજદર ૮.૫ ટકા રહ્યો હતો. એકથી ત્રણ વર્ષની જમા અવધિ પર ૦.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જુદી જુદી નાની બચત યોજનાઓ ઉપર વ્યાજદરો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પુરા થયેલા અને પહેલી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધારો કરવામાં આવ્યો હતો. નાણામંત્રાલય દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. બાળકીઓની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ૮.૫ ટકાનો વ્યાજદર કરાયો હતો.