નવી દિલ્હી : જુન મહિનાની આજે શરૂઆત થવાની સાથે જ ગેસ સિલિન્ડરની કિંમતમનાં વધુ વધારો થઇ ગયો છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવતા સામાન્ય લોકો પર નજીવો બોજ ઝીંકાયો છે. સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત પહેલી જુનથી પ્રતિ સિલિન્ડર ૨૫ રૂપિયા વધી ગઇ છે. બીજી બાજુ સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત એક રૂપિયા ૨૩ પૈસા વધી ગઇ છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે દિલ્હીમાં આજથી સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૭ રૂપિયા થઇ ગઇ છે. જેની કિંમત મે મહિનામાં ૪૯૬ રૂપિયા હતી. નિષ્ણાંતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય તેલ કિંમતમાં હાલમાં વધારો થયો છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થયો છે.
જેના કારણે કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આ પહેલા પહેલી મેના દિવસે એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પહેલી જુનના દિવસે ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૫ રૂપિયા થઇ ગઇ હતી. હાલમાં મોદી સરકાર નવી અવધિમાં સત્તારૂઢ થઇ ગઇ છે. આજે ગેસ સિલિન્ડરમાં નજીવો વધારો થતા તેની જુદી જુદી પ્રતિક્રિયા આવી શકે છે.
જોકે હાલમાં નવી સરકાર આવી હોવાથી તેને લઇને કોઇ ટિપ્પણી થનાર નથી. સબસિડીવાળા ગેસ સિલિન્ડર એક પરિવારને એક વર્ષમાં ૧૨ આપવામાં આવે છે. જ્યારે સબસિડીવગરના ગેસ સિલિન્ડર ૧૩માં સિલિન્ડરને ગણવામાં આવે છે.