ઈન્કમ ટેક્સ વિભાગે અક્ષયકુમારને સન્માન પત્ર આપ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડનું ‘હિટ મશીન’ કહેવાતા અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર ટેક્સ ભરવાના મામલે નંબર વન સાબિત થયો છે. અક્ષય છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધુ ટેક્સ ભરતો અભિનેતા છે અને આ વખતે પણ તે મનોરંજન ઉદ્યોગમાં ટેક્સ ભરવામાં સૌથી આગળ રહ્યો છે. આવકવેરા વિભાગે અક્ષયને ‘સમ્માન-પત્ર’ પણ આપ્યું છે. અક્ષયની ટીમને અક્ષય તરફથી આ પત્ર મળ્યો છે કારણ કે તે હાલ યુકેમાં ટીનુ દેસાઈ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

જો કે આ વખતે અક્ષયે કેટલો ટેક્સ ભર્યો છે તેનો આંકડો હજુ સામે આવ્યો નથી. ફક્ત આવકવેરા વિભાગે તેમને ૨૦૨૨ માં મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી તરીકે નામ આપ્યું છે. જો કે, અક્ષયે ૨૦૧૭માં ૨૯.૫ કરોડ ટેક્સ ચૂકવ્યો હતો. તે વર્ષે પણ અક્ષય સૌથી મોટો કરદાતા હતો. તેવી જ રીતે, ૨૦૧૪-૧૫માં પણ અક્ષય સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા હતો. હવે આપણે બધા અક્ષય વિશે જાણીએ છીએ કે તે બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે. એક વર્ષમાં અન્ય કલાકારો કરતાં તે વધુ ફિલ્મોમાં કામ કરે છે.

અક્ષય એક વર્ષમાં સરેરાશ ૪-૫ ફિલ્મોમાં કામ કરે છે. હજુ પણ તેના હાથમાં સાત ફિલ્મો છે. જેમાં ‘રક્ષા બંધન’, ‘રામ સેતુ’, ‘કટપુતલી’, ‘સેલ્ફી’, ‘ર્ંસ્ય્ ૨’, ‘કેપ્સૂલ ગિલ’ અને સુર્યાની ફિલ્મ સૂરરાઈ પોટ્રૂની હિન્દી રિમેકનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર ફિલ્મોમાંથી ઘણી કમાણી કરે છે. એક ફિલ્મની ફી કરોડોમાં હોય છે. રિપોર્ટ્‌સ અનુસાર, અક્ષયે તેની છેલ્લી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ માટે ૬૦ કરોડ ફી લીધી હતી. કહેવાય છે કે સામાન્ય રીતે તે એક ફિલ્મ માટે આઠથી દસ કરોડ રુપિયા ફી લે છે. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરે છે. જોકે હાલનો સમય તેમના માટે સારો રહ્યો નથી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Share This Article