મોબ લિચિંગની ઘટનાઓ વધી ગઇ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતીય સમાજમાં હિંસા સતત વધી રહી છે જેના કારણે સરકારની સાથે સાથે દેશના જુદા જુદા વર્ગના બુદ્ધિજીવી લોકો પણચિંતાતુર બનેલા છે. નવા દાખલા ઝારખંડ અને રાજસ્થાનના અલવરના છે. જ્યાં ટોળા દ્વારા લોકોની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે.  એકબાજુ ઝારખંડમાં હાલમાં અંધવિશ્વાસમાં ફસાયેલા લોકો દ્વારા ગુમલા નજીક ચાર લોકોની હત્યા કરી છે. આવી જ રીતે રાજસ્થાનના અલવર ખાતે દલિતની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

ભારતીય સમાજમાં વધી રહેલી સામૂહિક હિંસાને ધ્યાનમાં લઇને સ્થિતીનુ મુલ્યાંકન કરવામાં આવે તે જરૂરી છે. જેના કારણે સમાજમાં હિંસાની ઘટના બની રહી છે તેમાં તપાસ કરવા અને ધ્યાન આપવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. ક્યારેય ગૌરક્ષાના નામે, ક્યારેય રાષ્ટ્રવાદના નામે, ક્યારેક વિચારધારાના નામ પર સામૂહિક હિંસાની ઘટના વધી રહી છે. બાળક ચોરીના નામ પર પણ સામૂહિક હિંસાની ઘટના વધી રહી છે. આ હિંસા અફવાઓના આધાર પર નિર્દોષ લોકો પર કરવામાં આવેલી હિંસાના રૂપમાં પ્રગટ થાય છે. ક્યારેય જાતિગત અને ક્યારેય સાંપ્રદાયિકતાને લઇને આ પ્રકારના બનાવો બનતા રહે છે. સોશિયલ મીડિયા, અફવા અન સામાન્ય રીતે રાજનીતિમાં પણ વધતા આ રોગના કારણે સામૂહિક હિંસાની ઘટના વધી રહી છે. રોગ સમાજના મનમાં ઘર કરે છે જેથી સામૂહિક હિંસાની ઘટના સપાટી પર આવી રહી છે. ભય અને હિંસા વચ્ચે પારસ્પરિક સંબંધ રહેલા છે.

સરેરાશ ભારતવાસી વ્યવસ્થાના કારણે પોતાની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની બાબતથી ગ્રસ્ત રહે છે. જેથી એક બિનસુરક્ષા ગ્રથિનો શિકાર રહે છે. વ્યક્તિ કોઇને કોઇ જગ્યાએ આ બાબતને લઇને વિશ્વાસ ગુમાવી રહ્યો છે કે વ્યવસ્થા તેના હિતોને અને તેના જીવન રક્ષણને લઇને ચિંતિત છે. વ્યવસ્થાને કોઇ પડી નથી તેવી ભાવના સામાન્ય વ્યક્તિમાં ફેલાય છે ત્યારે હિંસાની ભાવના પણ જાગી ઉઠે છે. તમામ લોકો આ બાબત સાથે સહમત છે કે હિંસા અને ભય વચ્ચે સંબંધ રહેલા છે. બંને એકબીજાને વધારે છે. હિંસા ઘટનાથી પહેલા અમારા મનમાં ઘટિત થઇ જાય છે. હિંસાને લઇને મનૌવૈજ્ઞાનિક અને તંત્રિકા વૈજ્ઞાનિક અથવા તો ન્યુરોલોજિકલ અભ્યાસમાં આ બાબત નિકળીને સપાટી પર આવી છે કે માનવીમાં હિંસા કરવાનુ સામર્થ્ય તો છે પરંતુ તેના સ્વભાવમાં આ હિંસા નથી. તે કોઇને કોઇ બહારના પરિબળોના કારણે હિંસા ફેલાવવા માટે આગળ વધે છે.

તે હિંસા ઉપર બહારના કારણસર ઉતારુ થાય છે. અને આક્રોશિત થાય છે. આનો અર્થ એ થયો કે જો સમાજમાં હિંસાને ઉત્તેજિત કરનાર પરિસ્થિતી અથવા તો પરિવેશ ન થાય તો આવા સમાજમાં હિંસા નહીંવત સમાન રહેશે. તેના સામૂહિક રૂપ લેવાની ઘટના શક્ય બનશે નહી. હિંસાને લઇને જુદા જુદા અભ્યાસના તારણ જારી કરવામાં આવ્યા છે. આજે ઉભી થયેલી પરિસ્થિતીની સમીક્ષા જરૂરી બની ગઇ છે. ગૌરક્ષા, બાળક ચોરી, રાષ્ટ્રવાદના નામ પર હિંસા થઇ રહી છે. આજે સામાન્ય રીતે સોશિયલ મિડિયાને આવી સામૂહિક હિંસા માટે જવાબદાર ગણવામાં આવે છે. તેના પર અંકુશ મુકવા માટેની માંગ પણ કરવામાં આવે છે. જે એક હદ સુધી યોગ્ય માની શકાય છે. પરંતુ જા સમાજના મનમાં ધીમે ધીમે હિંસક ભાવના જમા ન થઇ ગઇ હોત તો તે આ રીતે એકાએક ફેલાઇ શકે તેમ નથી. ભારતીય સમાજમાં ભયની સ્થિતી શુ છે. જે એકાએક હિંસામાં ફેલાઇ જાય છે. વાસ્તવિકતા તો એ છે કે સરેરાશ ભારતીય પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ભાવનાથી ગ્રસ્ત રહે છે. વ્યવસ્થાને લઇને તેના અવિશ્વાસના કારણે પણ માનવીની અંદર ભયની ભાવના જગાવે છે. જેના કારણે તે પોતાના દ્વારા કરવામાં આવતી હિંસાને આક્રમક નહીં બલ્કે આત્મરક્ષણ તરીકે ગણીને તેના પોતાના મનમાં યોગ્ય ઠેરવે છે. ત્યારબાદ તક મળતાની સાથે જ તે ભીડમાં સામેલ થઇને તે પોતાના ભયને દુર કરવા માટે હિંસામાં ઉતરે છે. તે હિંસક બની જાય છે.

TAGGED:
Share This Article