યોગી સરકારનો મહત્વનો નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શિક્ષણ  દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને સારુ શિક્ષણ મળશે. બસ ભારતના આ ભાવિ માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

જે શિક્ષકો નિવૃત થઇ જાય છે, તેમને નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિવૃત શિક્ષકો ફરી શાળામાં ભણાવવા માટે જશે તેવું યોગી આદિત્યનાથની સરકારે જણાવ્યુ છે. યોગી આદિત્યનાથની સરકારે પ્રજા માટે ઘણા એવા કાર્યો કર્યા છે જેનાથી તે ખુશ છે. હવે નિવૃત અધિકારીઓને નોકરી આપવાની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે નિર્ણય પ્રમાણે નિવૃત શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, બિનસરકારી માધ્યમિકમાં જેમની ઉંમર 70 વર્ષથી ઓછી હોય તેવા નિવૃત શિક્ષકોને નોકરી પર રાખવામાં આવશે. તે વિદ્યાર્થીઓને ભણાવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જુલાઇથી લઇને ગ્રીષ્મ ઋતુ સુધી શિક્ષણ કાર્ય રાખવામાં આવશે. સાથે જ આ શિક્ષકોને મહિનામાં 15 થી 20 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.

Share This Article