સુરત: ગુજરાતીમાં કહેવત છે કે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. પરંતુ જ્યારે સુરતના જમણમાં ઘારીની વાત જ કંઈક અલગ છે. સુરતની ઘારીની ડિમાન્ડ દેશવિદેશમાં રહેલી છે. આજે ચાંદની પડવો એટલે કે ચંદી પડવો છે. તેવામાં સુરતમાં અલગ અલગ ફ્લેવરની ઘારી અને સાથે ગોલ્ડ ઘારી લઈને તમારા મોંમાં પાણી ચોક્કસ આવી જશે. વર્ષ દરમિયાન સુરતીઓ રાહ જોતા હોય છે કે, ક્યારે ચંદી પડવો આવે અને ઘારીનો સ્વાદ માણીએ. સુરતીલાલાઓ ચંદી પડવાને દિવસે કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ ઝાપટી જતા હોય છે. પરંતુ આ વખતની ગોલ્ડ ઘારીનો ભાવ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
સુરતના શરદ પૂનમના બીજા દિવસને લોકો આ દિવસને ચાંદની પડવા તરીકે ઉજવતા હોય છે. આ દિવસે સુરતીઓ અંદાજીત 10 કરોડની ઘારી આરોગતા હોય છે. તેવામાં સ્વાદપ્રિય લોકો માટે સુરતના એક મીઠાઈ વિક્રેતાએ ગોલ્ડ મીઠાઈ બનાવી છે. જેની કિંમત બે પાંચ હજાર નહીં પરંતુ બાર હજાર રૂપિયે કિલો છે.
આ વખતે ઘારીમાં અત્યારના લોકોને ધ્યાનમાં રાખીને સુગર ફ્રી તથા વિવિધ ફ્લેવરમાં ઘારી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય ઘારીના ભાવ 1200 રૂપિયાની આસપાસ છે. જ્યારે ગોલ્ડ ઘારીનો ભાવ બાર હજાર રૂપિયા છે. બદામ પિસ્તા ઘારી – 960 કેસર બદામ ઘારી – 1000 સ્ટ્રોબેરી નટ્સ ઘારી – 960 અંજીર અખરોટ ઘારી – 1000 કાજુ મેંગો ઘારી – 960 સ્પે ક્રિષ્ણા કસ્તુરી ઘારી – 1100 ક્રીમ એન્ડ કુકિસ ઘારી – 960 કલકતી પાન મસાલા ઘારી – 960 સ્વીટ ચોકલેટ ઘારી – 1000 ઓરેંજ બુખારી નટ્સ ઘારી – 980 માવા ઘારી – 900 ડ્રાયફ્રુટ ઘારી – 1100 ફાલૂદા ઘારી – 1000 ચીકુ ચોકલેટ ઘારી – 1000 ખૂનફા ઘારી – 1100 બ્લુબેરી ઘારી – 1060 સ્પે કેસર બદામ પીસ્તા ઘારી સુગર ફ્રી – 1200.
જોકે પહેલા માત્ર 3 ફ્લેવરમાં મળતી ઘારી લોકોની માગ અને સુરતમાં રહેતા અનેક પ્રાંતના લોકોને ધ્યાનમાં રાખી અલગ અલગ ફ્લેવરમાં મળી રહી છે. જોકે મોંઘવારીનો માર આ વર્ષે ઘારી પર દેખાય છે કારણ કે ગત વર્ષ કરતા આ વર્ષે ઘારી પર 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોએ વધારો જોવા મળ્યો છે. જોકે ઘારી 900 રૂપિયાથી શરૂ થઈને 1200 રૂપિયા સુધીની કિલો હાલમાં મળી રહી છે. આ તહેવારને લઈને સુરતના લોકો કરોડોની ઘારી આરોગશે જેમાં સુરત અને વિદેશમાં પણ ઘારીની માગ છે.
આ ઘારીની વિવિધ મીઠાઈના ફ્લેવર બાળકથી લઈને મોટા સુધી બધાને પસંદ આવી રહી છે. તેને લઈને આ ફ્લેવરે ધૂમ મચાવી છે તેવામાં ચોકલેટ અને સુગર ફ્રી ઘારીની હાલ માંગ સૌથી વધુ છે.