અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને એક સખ્ત નેતા માનવામાં આવે છે. તેમના ભાષણો અને વિરોધા પાર્ટી પર આકરા પ્રહાર વાળી ટ્વિટ કરવાથી તેઓ સતત ચર્ચામાં રહે છે. હવે એવુ લાગી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રંપ તેમની ઇમેજ સુધારવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. પોતાના કટ્ટર દુશ્મન સાઉથ કોરિયાના કિમ જોંગ સાથે હાથ મિલાવ્યા બાદ હવે ટ્રંપ હવે રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી શકે છે. રુસ અને અમેરિકા વચ્ચેના સંબંધ હવે સુધરી શકે છે.
શુક્રવારે ડોનાલ્ડ ટ્રંપે સંકેત આપ્યો છે કે, તે રુસના રાષ્ટ્રપતિ પુતિનને મળી શકે છે. ટ્રંપ પુતિન સાથે સમાધાન કરી શકે છે. ટ્રંપે ખાસ ઇચ્છા વ્યક્ત કરી છે કે, તે પુતિનને મળીને રુસ અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારે.
ટ્રંપે ક્રિમિયા પર રુસે કબ્જો કર્યો છે, તેનો દોષી બરાક ઓબામાને ઠરાવ્યા છે. ઓબામાની ભૂલના લીધે પુતિન ઓબામાનો આદર નહોતા કરતાં. ટ્રંપ હવે દેશ સાથે બગડેલા સંબંધોને સુધારવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. હવે પુતિનને મળીને ટ્રંપ સમાધાન કરે છે કે કેમ તે સમય જ બતાવશે.