હાર્ટની બિમારી સાથે જોડાયેલી આશરે ૫૦ વર્ષ જુની થિયેરીને એક અભ્યાસમાં હવે ફગાવી દેવામાં આવી છે. હજુ સુધી એમ માનવામાં આવી રહ્યુ હતુ કે બેડ કોલેસ્ટ્રોલનુ ઉંચુ સ્તર હાર્ટની બિમારીના મુખ્ય કારણો પૈકી એક કારણ છે. પરંતુ હવે એક નવા અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે બેડ કોલેસ્ટ્રોલના ઉચ્ચ સ્તરના હાર્ટની બિમારી સાથે સંબંધ નથી. એટલે કે હા બેડ કોલેસ્ટ્રોલતી હાર્ટની બિમારનો કોઇ ખતરો નથી. આની સાથે કનેક્શનના કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. દુનિયાભરના ૧૭ હાર્ટ નિષ્ણાંતોની ટીમ દ્વારા વ્પાપક અભ્યાસ બાદ આનો દાવો કર્યો છે.
અભ્યાસમાં આ બાબતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં હાર્ટ અટેકના એવા દર્દી છે એલડીએલ અથવા તો બેડ કોલેસ્ટ્રોલનુ સ્તર સામાન્ય કરતા પણ ઓછુ રહ્યુ છે. અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા એક ફિજિશિયન પ્રોફેસરે કહ્યુ છે કે બેડ કોલેસ્ટ્રોલનુ ઉચ્ચ પ્રમાણ ધરાવતા વરિષ્ઠ લોકો લાંબા સમય સુધી જીવિત રહે છે. આ અભ્યાસના તારણ બ્રિટીશ પત્રિકા એક્સપર્ટ રિવ્યુ ઓફ ક્લિનિકલ ફોર્મોકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આશરે ૧૩ લાખ લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસ બાદ તબીબો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાઇ બેડ કોલેસ્ટ્રોલતી હાર્ટની બિમારીનો ખતરો નથી. આ અભ્યાસ કરનાર ટીમમાં અમેરિકા, આયરલેન્ડ, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ અને જાપાનના હાર્ટ નિષ્ણાંતો સામેલ હતા.
આ ટીમે હાર્ટની બિમારી માટે ઉપયોગ થતી સ્ટેટન્સ દવાની પ્રભાવશાળી અસર હોવાન બાબતને પણ ફગાવ દીધી છે. નિષ્ણાંતોએ ચેતવણી આપતા કહ્યુ છે કે સ્ટેન્ટિસ થી લાખો લોકોને કોઇ સુરક્ષા મળતી નથી. જેથી તેનો ઉપયોગ છોડી દેવામાં આવે તે જરૂરી છે. કેટલાક તબીબો અને દર્દી વચ્ચે આ દાના લાંબા સમય સુધી પડનાર અસરને લઇને ચિંતા છે. આ દવાના વધારા ઉપયોગ કરવાથી ડાયાબિટીસ દર્દીઓમાં પેશીમાં દુખાવા અને યાદશક્તિ જવાની સમસ્યા આવી શકે છે. હાર્ટની ધમનીને જામન કરનાર ફેટના જમા થવાની બાબતને તબીબી ભાષામાં એથરોસકરોસિસ નામથી ઓળખવામાં આવે છે. હવે એમ માનવામાં આવે છે કે એથરોસકરોસીસ કોલેસ્ટ્રોલથી બને છે. પરંતુ હવે અબ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બેડ કોલેસ્ટ્રોલથી એથરોસકરોસીસના કોઇ લેવા દેવા નથી. અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે હાર્ટને હેલ્થી રાખવા માટે વધારે પડતાં સોડિયમના ઉપયોગને ટાળવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ફ્રેશ ચીજવસ્તુ ખાવાની સલાહ પણ આ અભ્યાસમાં આપવામાં આવી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ ઘણી તકલીફથી દૂર રાખે છે પરંતુ અસંતુલિત ડાઈટના લીધે બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગરની સપાટી અને વજન સતત વધી જાય છે જેના કારણે હાર્ટના રોગનો ખતરો વધી જાય છે.
બર્મીગ્હામ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થમાં યુનિવર્સિટી ઓફ અલાબામાના સંશોધકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણો આપ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટના રોગ માટે એકંદરે ઘણા પરિબળો જવાબદાર રહે છે. સોડિયમ બ્લડપ્રેશરને વધારવામાં તથા અન્ય ઘણા રોગને આમંત્રણ આપે છે. ત્રણ અમેરિકનો પૈકી એક માટે સોડિયમ ખતરનાક હોવાની બાબત પણ જાણવા મળી છે જે હાઈબ્લડપ્રેશર વધારવામાં ભૂમિકા ભજવે છે. સોડિયમ સેલમાં પાણીને આકર્ષિત કરે છે જેથી બ્લડપ્રેશરમાં ફ્લુઈડ પ્રમાણ વધી જાય છે. આનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકના હુમલા થવાનો ખતરો વધી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખતરામાં વધારો કરનાર અન્ય પરિબળો પણ છે. સર્વોચ્ચ સોડિયમના જથ્થાનો ઉપયોગ ખતરનાક છે. બ્લેક અને વાઈટ સોડિયમની અસર જુદી જુદી રહે છે. કાળા હાઈએસ્ટ સોડિયમના હિસ્સા (૨૬૦૦ એમજી પ્રતિદિવસ)થી મૃત્યુનો ખતરો ૬૨ ટકા વધી જાય છે.
અભ્યાસ મુજબ સોડિયમના પ્રમાણને મર્યાદિત રાખવામાં આવે તે જરૂરી છે. ફ્રૂટ અને વેજીટેબલ જેવી ચીજવસ્તુ ખાવામાં દરરોજ ઉપયોગમાં લેવી જોઈએ. આનાથી વધારે પ્રમાણમાં પ્રોટેશિયન મળે છે જે બ્લડપ્રેશરને ઘટાડવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ફળ અને શાકભાજી માટે ફ્રેશ સર્વશ્રેષ્ઠ સોસ તરીકે છે. ફ્રિશ પણ ઉપયોગી પસંદગી બની શકે છે. સપ્તાહમાં બે વખત ફ્રિશ ખાવાની સલાહ સંશોધનમાં આપવામાં આવી છે જે હાર્ટ રોગના ખતરાને ઘટાડવા સાથે સંબંધિત સારા ફેટના સોસ તરીકે છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે તબીબો કેટલક ચીજાથી દુર રહેવાની પણ સલાહ આપે છે.