પતિને ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમની પત્નીને જાણ થતા જ લગ્ન કરાવી દીધા, ઘરમાં રહેવાની પણ આપી મંજૂરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓરિસ્સામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડીની છે. અહીં પત્નીએ પતિને ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ હોવાની વાતનો ખુલાસો થયા પછી લગ્ન તો કરવાની પરવાનગી આપી સાથે-સાથે, તેને ઘરમાં રહેવાની મંજૂરી આપીને મોટું મન કઈ રીતે રાખી શકાય તેનું પણ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. એક રિપોર્ટ મુજબ, પત્નીની પરવાનગી મળ્યા પછી ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરનાર ૩૨ વર્ષીય શખ્સ બે વર્ષના પુત્રનો પિતા છે. તે છેલ્લા એક વર્ષથી ટ્રાન્સજેન્ડર સાથે અફેરમાં હતો. જ્યારે પત્નીને આ વાતની ખબર પડી તો તેણે રાજીખુશીથી બંનેને લગ્ન કરીને સાથે રહેવાની પરવાનગી પણ આપી દીધી છે.

જોકે હિન્દુ લગ્નમાં પ્રથમ પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્નની લીગલ માન્યતા નથી. નારલાના એક મંદિરમાં ટ્રાન્સ-કમ્યુનિટીના ઘણા સભ્યોની હાજરીમાં આ લગ્ન થયા હતા. સેબકારી કિન્નર મહાસંધના અધ્યક્ષ કામિનીએ બંનેના લગ્નનું આયોજન કરવાનું બીડું ઝડપ્યું હતું. અહીં તે વ્યક્તિની પત્ની પણ હાજર હતી અને તેની નજર સામે જ આ લગ્ન કરવામાં આવ્યા હતા. મહાસંધ કામિનીએ જણાવ્યું કે અમે બધા બંનેના લગ્નથી ખુશ છીએ અને તેમના સમુદ્ધ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ. તેમણે એ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હિન્દુ લગ્નમાં જ્યાં સુધી પ્રથમ પત્ની પાસેથી કાયદાકીય રીતે ડિવોર્સ લેતો નથી ત્યાં સુધી બીજા લગ્નને લીગલ ગણવામાં આવતા નથી. તેમણે કહ્યું કે આ બંનેની મરજી અને સહમતિ હતી અને તેમાં શખ્સની પત્નીની પણ પરવાનગી હતી.

ટ્રાન્સજેન્ડર સમુદાયે તેમને વિચારવા માટે સમય આપ્યો હતો. અમે પોલીસ સ્ટેશનમાં પણ ગયા અને લેખિતમાં માહિતી આપી હતી. જોકે તેમણે કહ્યું કે આ મામલામાં તેમને કોઈ જ લેવાદેવા નથી. જોકે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે જો કોઈ વ્યક્તિ તરફથી તેમને ફરિયાદ મળશે તો તે કાયદાકીય કાર્યવાહી કરશે.

Share This Article