તાજમહેલ નહી આ પતિએ બનાવ્યુ તેની પત્નીનું મંદિર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમે પ્રેમ દિવાનાઓને તો જોયા જ હશે, કે જે પોતાની પ્રેમિકા માટે કંઇ પણ કરી શકતાં હોય. શાંહજહાએ પણ પોતાની બેગમ માટે તાજમહાલ બંધાવ્યો છે. જેને જોવા આખી દુનિયા ઉમટી પડે છે. ભારતના કર્ણાટકમાં એક પતિએ પોતાની જ પત્નીનુ મંદિર બંધાવ્યુ છે. જેમાં તેની પત્નીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા  ૧૨ વર્ષથી આ પતિ પોતાની પત્નીના મંદિરમાં તેની મૂર્તિની પૂજા કરે છે.

કર્ણાટકના યેંલદૂર જિલ્લાના કૃષ્ણપૂર ગામમાં રહેનાર ખેડૂત રાજૂસ્વામીને તેની જ બહેનની દીકરી સાથે લગ્ન કરવા હતા. રાજૂસ્વામી તેને ખૂબ પ્રેમ કરતો હતો. સમાજ અને માતા-પિતા બહેનની દિકરી સાથે લગ્ન કરાવવા માટે રાજી ન હતા. આ સંબંધથી રાજૂસ્વામીની બહેન અને જીજાજીને કોઇ આપત્તિ ન હતી. જેથી રાજૂ સ્વામીએ બહેનની દીકરી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંને પતિ-પત્ની રાજીખુશીથી સાથે રહેવા લાગ્યા હતા.

રાજૂની પત્ની ખૂબ પૂજા પાઠ કરતી હતી. તેની પત્નીનીએ કરેલી ભવિષ્યવાણી સાચી પડતી હતી. તે હંમેશા તેનુ મંદિર બનાવવાની વાત કરતી હતી. ત્યારે એક દિવસ તેણે પોતાના જ મૃત્યુની ભવિષ્યવાણી કરી દીધી હતી. મંદિર બનવાનુ શરૂ થઇ ગયુ હતુ, પરંતુ મંદિર સંપૂર્ણપણે બને તે પહેલા જ રાજૂની પત્નીનુ મૃત્યુ થઇ ગયુ હતુ. બાદમાં રાજૂ ૧૨ વર્ષથી આ મંદિરમાં પૂજા કરવા જાય છે. આ મંદિરને લોકો પ્રેમમંદિર પણ કહે છે.

તસવીર પ્રતિકાત્મક છે.
Share This Article