૨૦૦૨માં બનેલ બહુચર્ચિત નરોડા પાટીયા કાંડના આરોપીઓને આજે સજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ સર્જાયેલ કોમી રમખાણોમાં અમદાવાદમાં નરોડા પાટિયા કાંડ સર્જાયો હતો. જેમાં 97 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઇકોર્ટે 14 આરોપીઓને દોષિત અને 11ને નિર્દોષ જાહેર કર્યા છે.
આરોપી ઉમેશ ભરવાડ, રાજકુમાર ચોમાલ, પરમેન્દ્ર જાદવને નિર્દોષમાંથી હાઇકોર્ટે દોષિત જાહેર કર્યા હતા. જેની સજાના એલાન પર હાઇકોર્ટમાં બંને પક્ષો દ્વારા કલાકો સુધી ધારદાર દલીલ કરાઇ હતી.
જેમાં સરકારી વકીલ દ્વારા આરોપીઓ સામે ગંભીર ગુનો નોંધાયો છે. સાથે જ નામદાર સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને ધ્યાનમાં રાખી વધુમાં વધુ સજા આપવી જોઈએ તેવી દલીલો કરાઇ હતી. જે બાદ આ કેસમાં આજે હાઇકોર્ટ આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે.