IM હેપીનેસ એ સુખ અને જ્ઞાનાત્મક ફિટનેસ પર સંશોધન લેબ છે. તેમનું મિશન ભારતના હેપિનેસ ઈન્ડેક્ષમાં વધારો કરવાનું છે. હેલો હેપીનેસ ઈનીશીએટિવમાં લોકોને અથવા તેમના મિત્રો, સંબંધીઓ અથવા તેમના નજીકના લોકોને “1-1” એટલે કે વ્યક્તિગત રીતે વિશિષ્ટ માર્ગદર્શન અપાયું હતું. કારકિર્દીની ચિંતા, સંબંધોની સમસ્યાઓ, નાણાકીય ચિંતા, ભાવનાત્મક અસંતુલન, ભય, તાણ અને અનિદ્રાની સમસ્યાથી લઈને પોતાના જીવનમાં ઉદ્દેશ્ય શોધવા સુધીના જીવનના દરેક પાસાઓનો સામનો કરવામાં મદદ કરે છે. તેમનો ઉદ્દેશ્ય લોકોની વર્તમાન સ્થિતિમાં નવી આશા જગાડવાનો અને જીવનની પરિસ્થિતિઓના ઉકેલ તરફ રાહ ચીંધવાનો છે. તેના માટે અનેક આનંદ પ્રવૃતિઓ, મનોરંજક ચર્ચાઓ, બૌદ્ધિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેલો હેપીનેસ પહેલનું આયોજન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા VIPO અને કર્મા ફાઉન્ડેશન તથા મીની કૂપર BMW ના સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમના વિચારોને મનોવૈજ્ઞાનિકો, ન્યુરોસાયન્ટિસ્ટ્સ અને માનવીય સંભવિત વિકાસના ક્ષેત્રમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સમર્થન મળે છે. તેઓ યુનિસેફ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સાથે માનસિક સ્વાસ્થ્યને લગતી ઝુંબેશ માટે કામ કરી રહ્યાં છે અને લોકોની માનસિક સુખાકારી માટે સક્રિય રીતે હેલ્પલાઇન પણ ચલાવી રહ્યાં છે.
દ્વારકેશલાલ મહારાજશ્રી, ભરત ઝવેરી, ગિરીશ દાણી પણ આ ઝુંબેશ સાથે જોડાયેલા છે. અનાર બેન પટેલ (સામાજિક કાર્યકર), ચિરંજીવ પટેલ (કર્મા ફાઉન્ડેશન), સિમોન ખંભાતા (મોમપ્રેન્યોર અને ઈન્ફ્લુએન્સર), ડેનિયલ વેબર (અભિનેતા) આ ઈવેન્ટમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હેમાંગ દવે (અભિનેતા, હાસ્ય કલાકાર), પ્રિયાંક શાહ (સ્થાપક beardo ,renne ), સાહિબા અરોરા (ડીઝાઈનર), દીપાલી સી સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો.
IMHappiness ના સ્થાપક ઐશ્વર્યા જૈને જણાવ્યું હતું કે તેનાથી 20,000 થી વધુ બાળકો, માતા-પિતા, સંભાળ રાખનારાઓ અને શિક્ષકોની માનસિક સુખાકારીમાં સારી અસર થઈ છે.