પાક.ના હેલિકોપ્ટરને જવાનો તોડી પાડવાની તૈયારીમાં હતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં રવિવારના દિવસે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની હેલિકોપ્ટરને ફુંકી મારવાની તૈયારીમાં ભારતીય જવાનો હતા. પાકિસ્તાની હેલિકોપ્ટર ટાર્ગેટથી સહેજમાં બચી ગયુ હતુ. આની સાથે જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વડાપ્રધાન રજા ફારૂક હૈદરનો સહેજમાં બચાવ થયો હતો.

ડિફેન્સ સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાની હેલિકોપ્ટર આશરે બેથી ત્રણ મિનિટ સુધી ભારતીય હવાઇ સરહદમાં રહ્યો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ હેલિકોપ્ટરને ટાર્ગેટ બનાવીને જમીનથી ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેને ઘેરી લેવા માટે હવાઇ દળના બે ફાઇટર જેટને પણ ઉતાવળમાં રવાના કરવામાં આવ્યા હતા.આ પાકિસ્તાની હેલિકોપ્ટર થોડાક મિનિટ સુધી ભારતીય સરહદમાં રહ્યુ હતુ. ભારતીય એરસ્પેશમાં પાકિસ્તાનના અતિક્રમણના કારણે ફરી એકવાર તંગદિલી ઉભી થઇ ગઇ છે.

ગઇકાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ભારતની સરહદની અંદર પૂંચના ગુલપુર સેક્ટરમાં જાવા મળ્યું હતું. ભારતીય સરહદની નજીક સુધી તે ઘુસ્યું હતું. આ વિસ્તાર ઘુસણખોરીને લઇને ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે.  નિયમ મુજબ રોટરવાળા કોઇપણ વિમાન અંકુશરેખાની એક કિલોમીટરથી નજીક આવી શકે નહીં જ્યારે રોટર વગરના કોઇ વિમાન સરહદની ૧૦ કિલોમીટરની અંદર આવી શકે નહીં. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના તીખા તેવરના લીધે પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. સુષ્માએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવા દેશ તરીકે છે જેને આતંકવાદ ફેલાવવાની સાથે સાથે ત્રાસવાદને નકારી કાઢવામાં મહારથ મળેલી છે. પાક.ના હેલિકોપ્ટરને જવાનો તોડી પાડવાની તૈયારીમાં હતા

Share This Article