ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં ૫જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. ૮ જુલાઈથી ૫જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને ૨૬ જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી ૫જી સેવા શરૂ કરવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે બિઝનેસ માટેના ખર્ચને ઓછો કરવા માટે આઈએમટી/૫જી સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી. ૫જી સેવાઓ જલદી શરૂ કરવામાં આવશે. ૪જીથી કરતા ૧૦ગણી ઝડપી ૭૨ ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની ૨૦ વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે આગળ વધતા BharatKa5G સ્પેક્ટ્રમની જાહેરાત કરાઈ.
સ્પેક્ટ્રમ હરાજીને સપ્ટેમ્બર ૨૦૨૧માં જાહેર થયેલા ટેલિકોમ સેક્ટર રિફોર્મ્સનો લાભ મળશે. જેમાં હરાજીમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમ પર zero Spectrum Usage Charges (SUC) વગેરે સામેલ હશે. ૭૨૦૯૭.૮૫ MHz સ્પેક્ટ્રમની હરાજી જુલાઈના અંતમાં કરાશે. ૮ જુલાઈથી ૫જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને ૨૬ જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી ૫જી સેવા શરૂ કરવાનો છે. સ્પેક્ટ્રમની માન્યતા ૨૦ વર્ષ માટે હશે. સ્પેક્ટ્રમની હરાજીમાં લો(૬૦૦ MHz, ૭૦૦ MHz, ૮૦૦ MHz, ૯૦૦ MHz, ૧૮૦૦ MHz, ૨૧૦૦ MHz, ૨૩૦૦ MHz), મીડ (૩૩૦૦ MHz)અને હાઈ ફ્રીક્વન્સી બેન્ડને સામેલ કરાશે. એવું મનાઈ રહ્યું છે કે મીડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ૫જી સેવા બહાર પાડશે.
૫જી સર્વિસ આવ્યા બાદ સૌથી મોટું અંતર તમને ઈન્ટરનેટ સ્પીડમાં જોવા મળશે. જેમાં તમને અત્યાર કરતા ૧૦ગણી વધુ ઝડપ જોવા મળશે. આ ઉપરાંત ઓડિયો અને વીડિયો કોલની ક્વોલિટી વધુ સારી થશે. ગેમિંગ સેક્ટરમાં પણ ૫જી આવ્યા બાદ વધુ ફેરફાર જોવા મળશે. જ ૫જી ઈન્ટરનેટ સર્વિસ આવ્યા બાદ IoT ડિવાઈસિસનો ઉપયોગ વધશે જેના કારણે તમારું ઘર સ્માર્ટ ઘર બની જશે. આ ઉપરાંત ડ્રોન દ્વારા ડિલિવરી આપવા અને ખેતરોની દેખભાળ કરવામાં પણ તેનાથી મદદ મળી શકશે. ૫જીથી ડ્રાઈવર લેસ ગાડીઓને ઓપરેટ કરવું પણ સરળ બનશે.