૨૨મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે કોઇ ર્નિણય કર્યો નથી ઃ ઋષિકેશ પટેલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાને લઇને હજુ સુધી કોઇ ર્નિણય લેવાયો નથી. રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ સુધી ૨૨ જાન્યુઆરીના દિવસે જાહેર રજાને લઇને કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટની સફળતાની વાત કરતા તેના માધ્યમથી રાજ્યમાં ૮૦ લાખ રોજગારી ઉભી થશે તેવો દાવો કર્યો હતો.

Share This Article