કોરોના મહામારી નિયંત્રણમાં આવતાં વૈશ્વિક ટ્રાવેલ વર્લ્ડના પ્રવાસમાં નોંધપાત્ર ફેરફાર સાથે ભારે ઉછાળો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વીએફએસ ગ્લોબલ વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ સહિતના પ્રવાસીઓ માટે બહુ ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડી તેઓને ડોર સ્ટેપ વીઝા એપ્લીકેશન અનેકવિધ સેવા આપી રહ્યું છે.

અમદાવાદ : કોરોના મહામારીના કહેર બાદ હવે પરિસ્થિતિ રાબેતા મુજબ બનતાં વૈશ્વિક ટ્રાવેલ વર્લ્ડમાં હવે નોંધપાત્ર ફેરફારો સાથે ભારે ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનમાં બહુ પણ સારો એવો ઉછાળો નોંધાયો છે. કોરોના મહામારીની પરિસ્થિતિ ધીરે ધીરે પૂરી નિયંત્રણમાં આવતાં હવે વિશ્વના તમામ દેશોના દ્વાર પ્રવાસ માટે ખુલી ગયા છે અને તેના કારણે ફરી એકવાર વિદેશ જનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે આ પરિસ્થિતિમાં વીએફએસ ગ્લોબલ વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ સહિતના પ્રવાસીઓ માટે બહુ ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડી તેઓને ડોર સ્ટેપ વીઝા એપ્લીકેશન સર્વિસ આપી રહ્યું છે, જેનો મહત્તમ લાભ લેવા વીએફએસ ગ્લોબલના હેડ ઓફ વેસ્ટર્ન રિજિયન ઓપરેશન્સ(ઇન્ડિયા) સુશ્રી રમિતા વ્યાસે અનુરોધ કર્યો હતો.

તેમણે બહુ મહત્વની વાત કરતાં જણાવ્યું કે, વીએફએસ ગ્લોબલ વિદેશ જવા ઇચ્છુક પ્રવાસીઓને બહુ વાજબી દરે અને વિશ્વાસપાત્રતા સાથે ડોર સ્ટેપ વીઝા સર્વિસના ભાગરૂપે ડોક્યુમેન્ટેશનથી લઇ બાયોમેટ્રીક્સ સહિતની તમામ સેવા પૂરી પાડી રહી છે. પ્રવાસી ગ્રાહકોને ભારે આદર, કાળજી અને સાચા માર્ગદર્શન સાથે એક વિશ્વાસપાત્ર સેવા આપતી માત્ર ભારતની જ નહી પરંતુ વિશ્વની બહુ નોંધનીય સંસ્થા બની રહી છે વીએફએસ ગ્લોબલ. વિશ્વના 114થી વધુ દેશોમાં ફેલાયેલ વીએફએસ ગ્લોબલ ભારત દેશમાં પણ 141થી વધુ એપ્લીકેશન પ્રોસેસીંગ સેન્ટર ધરાવે છે અને તેના 7500થી વધુ કર્મચારીઓ સાથે ઉત્કૃષ્ટ સેવાઓ આપી વૈશ્વિક હરણફાળ ભરી રહ્યું છે.

વીએફએસ ગ્લોબલના હેડ ઓફ વેસ્ટર્ન રિજિયન ઓપરેશન્સ(ઇન્ડિયા) સુશ્રી રમિતા વ્યાસે મહત્વની આંકડાકીય માહિતી શેર કરતાં જણાવ્યું કે, કોરોના મહામારીની પરિસ્થિતિ થાળે પડયા બાદ હવે વૈશ્વિક ટ્રાવેલ વર્લ્ડના પોઝીટીવ આઉટલુકને જોતાં વીઝા એપ્લીકેશનમાં 2022ના ફર્સ્ટ કવાર્ટરમાં 133 ટકાનો ગ્રોથ નોંધાયો છે, જે સામાન્ય કરતાં છ ગણો વધારો નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આ ગ્રોથ રેટ 285 ટકા જેટલો બહુ નોંધપાત્ર રીતે ઉંચો નોંધાયો છે. જે બહુ સારી વાત કહી શકાય. વિદેશ જવા ઇચ્છુક પ્રવાસીઓ માટે વિદેશ પ્રવાસની તકો ઘણી ઉજળી અને હકારાત્મક બની ગઇ છે.

વૈશ્વિક ટ્રાવેલ વર્લ્ડના પ્રવાસ દ્વાર ખુલતાં હાલના સંજોગોમાં ભારતમાંથી એક સપ્તાહમાં જ 3100થી વધુ ફલાઇટ્સ વિશ્વના જુદા જુદા દેશો માટે ઉડાન ભરી રહી છે. જેમાં યુકે માટે આશરે 300થી 350 તો, કેનેડા માટે પ્રતિ દિન આશરે 500થી વધુ ફલાઇટ્સ ઉડાન ભરી રહી છે. વૈશ્વિક પ્રવાસના દ્વાર ખુલતાં હવે ફ્રાન્સ, સ્વીત્ઝર્લેન્ડ સહિતના કેટલાક દેશોની સરકાર વીઝા પ્રોસેસીંગ બહુ ઝડપી કરી સારા પરિણામો આપી રહી છે. જો કે, વિદેશ જવા ઇચ્છુક લોકોને એટલો અનુરોધ ચોકક્સ છે કે, તેઓ જો તેમને અભ્યાસ, નોકરી કે કોઇપણ કારણથી વિદેશ જવાનું હોય તો એટલીસ્ટ 90 દિવસ પહેલાં વીઝા એપ્લીકેશન અને પ્રોસેસીંગનું પ્લાનીંગ કરી દો જેથી તમારો વિદેશ પ્રવાસ સરળ અને સુગમ બની રહે. જરૂર પડયે તમે વીએફએસ ગ્લોબલ સંસ્થાનો સંપર્ક કરી શકો છો અને તમારી કોઇપણ પ્રકારની મૂંઝવણ દૂર કરી નિશ્ચિંત બની શકો છો એમ વીએફએસ ગ્લોબલના હેડ ઓફ વેસ્ટર્ન રિજિયન ઓપરેશન્સ(ઇન્ડિયા) સુશ્રી રમિતા વ્યાસે ઉમેર્યું હતું

Share This Article