નવરંગપુરા ગામ સ્થિત અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી છોકરીઓનું મહિલા મોરચાની બહેનો દ્વારા પૂજન કરાયું

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

અમદાવાદ :નવરંગપુરા ગામમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી 31 છોકરીઓનું નવરંગપુરા મહિલા મોરચાની બહેનો , કાઉન્સિલરો અને હોદ્દેદાર બહેનો દ્વારા પૂજન કરાયું હતું. તેઓને ફળ -ફળાદિ, ડ્રાયફ્રુટ, ચુંદડી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓ દ્વારા દીકરીઓને ફરાળ પણ પીરસવામાં આવ્યું હતું ,તેમજ અન્ય ભેટ આપી આર્શીવાદ પણ મેળવ્યા હતા.

Share This Article