એફઆરડીઆઈ બિલ લોકસભામાંથી ખેંચાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી  સરકારે લોકસભામાંથી એફઆરડીઆઈ બિલને આખરે પાછું ખેંચી લીધું છે. બેઇલ ઇન ક્લોઝને લઇને ચિંતા વચ્ચે આ બિલ પરત ખેંચી લેવામાં આવ્યું છે.

નાણા રાજ્યમંત્રી રાધાકૃષ્ણન દ્વારા બિલને પરત ખેંચી લેવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ પરત ખેંચવાની મંજુરી આપવામાં આવી હતી. સૂચિત બિલમાં ચોક્કસ જાગવાઈને લઇને વ્યાપક ચિંતા પ્રવર્તી રહી હતી જેથી ફાઈનાન્સિયલ રિઝોલ્યુશન અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલને પરત ખેંચી લેવામાં આવ્યું છે.

આ બિલ ૧૦મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે ગૃહમાં રજૂ કરાયું હતું અને ત્યારબાદ જાઇન્ટ કમિટિ ઓફ પાર્લામેન્ટને સોંપવામાં આવ્યું હતું.

Share This Article