દુષ્કર્મ કેસમાં આશારામને આજે જોધપુર કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આશારામ બાપુ તરીકે ઓળખાતા સંત આજે શેતાન સાબિત થઇ ગયા છે. આશારામ સહિત પ્રકાશ, શિલ્પી, શિવા અને શરદ પણ દોષિત સાબીત થયા છે. થોડા જ સમયમાં સજાનું એલાન પણ થશે, 10 વર્ષથી લઇને આજીવન જેલની સજા પણ થઇ શકે છે.
યૌનશોષણ અને સગીરા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઇ હતી અને આજે જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ મહત્વનો ચૂકાદો આપ્યો છે. પિડીતાનો પરિવાર આ ચૂકાદો સાંભળી ખુશ છે, ત્યારે કેટલા વર્ષની સજા થાય છે તેની રાહ જોવાઇ રહી છે.
પોતાના આશ્રમમાં શિષ્યાઓ સાથે રાસલીલા રમવી આશારામને ભારે પડી ગઇ છે. કૃષ્ણલીલાની સાથે સાથે દુષ્કર્મ આચરતો શેતાન હવે થઇ ગયો છે જેલના સળિયા પાછળ. હવે જોવાનું એ રહેશે કે આશારામ અને તેના આરોપી શિષ્યોને કેટલા વર્ષની સજા થાય છે.